________________
30
કાવ્યાનુશાસનમાં મૌલિકતા
વિશ્વની કોઈપણ સંસ્કૃતિની સર્વોત્કૃષ્ટતાનો આધાર, તેમાં સંસ્કારોનું સિંચન કરનાર, તે કાળની મહાન વિભૂતિઓ ઉપર જ છે. તેઓની વિશિષ્ટ, ઉત્તમ પ્રકારની બુદ્ધિની પ્રભાવયુક્ત કલ્પનાઓ અને તે દ્વારા સર્જન પામેલી ઉત્તમોત્તમ કૃતિઓ તત્કાલીન પ્રજાનું અમૂલ્ય ધન છે અને તે જ ભવિષ્યની આવનારી પેઢીઓનો અમૂલ્ય વારસો છે. કેટલાક મનુષ્યો સ્વયં મહાપુરુષ હોય છે, તો કેટલાકને સમય મહાપુરુષ તરીકે પ્રસ્થાપિત કરે છે, આમ છતાં બંને પ્રકારના મહાપુરુષો પોતાનાં વિશિષ્ટ કાર્યો દ્વારા, તે કાલના મુકુટમણિ બની તેને શોભાવે છે. તેમના સત્ત્વથી પ્રજા સત્ત્વશાળી બને છે. તેઓ પોતાના ચારિત્ર્યની નિર્મળતાથી સમાજને પવિત્ર બનાવે છે. તેમના ગુણોથી પ્રજા પણ ગુણવાન બને છે અને તેજથી તેજસ્વી બને છે. તેમના પ્રકાશથી સંસ્કૃતિ અધિક દેદીપ્યમાન બને છે. શાસનકર્તા, તત્ત્વચિંતકો, સમાજસેવકો, ધર્મગુરુઓ બધા જ તેમની બુદ્ધિપ્રતિભાનો લાભ લે છે, માર્ગદર્શન મેળવે છે. મહાપુરુષો અને કાળ, પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. કાળ મહાપુરુષને જન્મ આપે છે એ વાત જેટલી સાચી છે તેટલી એ વાત પણ સત્ય છે કે મહાપુરુષોનું જીવનકાર્ય કાળની શોભા બની રહે છે. તેમનું અદ્ભુત વ્યક્તિત્વ યુગની જ્યોત બની રહે છે. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, એ ગુજરાતની સંસ્કારિતાના, વિક્રમની 12મી અને 13મી સદીના આવા જ મહાન સંસ્કાર-સ્વામી હતા.
આજે આ મહાપુરુષના જન્મને 900-900 વર્ષ વીતી ગયાં છતાંય ગુજરાતની પ્રજા તેમને ગૌરવભેર સ્મરે છે. તેમના જીવનકાળની ઘટનાઓ, તેમની કૃતિઓ હજુ આજેય ગુજરાતી પ્રજાને ગૌરવાન્વિત કરે છે. તેઓએ નિમાર્ણ કરેલા વિવિધ વિષયોના અમાપ સાહિત્યમાંથી ઉપલબ્ધ થોડું ઘણું પણ સાહિત્ય માત્ર ગુજરાતના જ કે ભારતના જ નહિ, બલકે, યુરોપના સાહિત્યકારો અને સંશોધકોને પણ મંત્રમુગ્ધ કરે છે. સાહિત્યસર્જનની સાથે સાથે તેઓએ પ્રજામાં સંસ્કારોનું સિંચન કરવામાં પણ કાંઈ ન્યૂનતા રાખી નથી.
‘કાવ્યાનુશાસન’ પણ તેઓએ સર્જેલા સાહિત્ય-ઉદ્યાનનું કીર્તિરૂપી સુગંધથી મઘમઘતું દિવ્ય-અલૌકિક ફૂલ છે અને સમગ્ર વિશ્વમાં તેની સુગંધ અત્યાર સુધી પ્રસરતી રહી છે અને ભવિષ્યમાં ચિરકાળ સુધી પ્રસરતી રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પ્રાચીનકાળમાં સંસ્કૃત ભાષામાં દરેક વિષયનું સાહિત્ય પદ્યમય જ રચવામાં આવતું હતું એટલે વ્યાકરણ, કાવ્ય, છંદ અને તેના ગુણદોષ વગેરેનું જ્ઞાન પ્રત્યેક વિષયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org