________________
જૈનદર્શન અને બે ભિન્ન વિચારો
295
આવશે જ. હા, કદાચ આ વિચારધારાના પ્રભાવથી તે સાંસારિક સંબંધોથી માનસિક રીતે અલિપ્ત રહી શકે અને તેથી તેને સંસારનો મોહ ન રહે અને કર્મબંધનું એક કારણ ઓછું થાય છે અને આ જ આ વિચારધારાવાળાઓની જીવન-સિદ્ધિ છે.
બીજી વિચારધારા કહે છે : સવ્વ ભૂયપ ભૂએસ', આ વિચારધારા દરેક જીવમાત્ર સાથે આપણને આત્મૌપમ્યભાવ કેળવવાનો શુભ-સંદેશ આપે છે. આ આત્મૌપમ્યભાવ ત્યારે જ આવે કે જ્યારે આપણે સૌના દુઃખનો વિચાર કરવા સમર્થ બનીએ. આ વિચારધારા જેની રગેરગમાં, નસેનસમાં વહેતી હોય એવા મનુષ્યને આ મારું અને આ પારકું એવી લાગણી જરા પણ થતી નથી. એને તો માનવમાત્ર નહિ, પ્રાણીમાત્ર પ્રત્યે આત્મૌપમ્યભાવ આવે છે. આવી વ્યક્તિ પ્રાણીમાત્રના દુઃખથી દુઃખી બને છે અને એ દુઃખની જાણ એને પ્રાણીમાત્ર સાથે સંબંધ હોય તો જ થઈ શકે છે. એટલે આ વિચારધારાવાળા મનુષ્ય માટે માનવસંબંધો તો ઠીક પણ માનવેતર પ્રાણીસૃષ્ટિ સાથેના સંબંધો અને એથીય આગળ વધીને વનસ્પતિસૃષ્ટિ, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વાઉકાયના જીવોની સૃષ્ટિ સાથે પણ સંબંધો રાખવા પડે છે અને તે જીવોનાં પણ સુખદુઃખનો વિચાર કરવાનો રહે છે. આ વિચારધારાવાળા મનુષ્યો તો પોતાનાથી થતા બધા જ પ્રયત્નો વડે જગતના જીવમાત્રનું કલ્યાણ ક૨વા, જીવમાત્રને સુખી કરવા અને માનસિક દુઃખ પણ ન થાય તેની તકેદારી રાખે છે. અને આ જ જૈનદર્શનના સિદ્ધાંતોનો અગત્યનો પાયો છે તથા તાત્ત્વિક અહિંસા પણ આ જ છે.
જૈનદર્શનમાં આ બંને વિચારપ્રવાહો જોવા મળે છે અને બંનેને એકસરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધુ વિચારશીલ અને ચિંતનશીલ પ્રાણી મનુષ્ય છે અને મનુષ્ય જ આધ્યાત્મિક તથા ભૌતિક ઉત્ક્રાંતિ ક૨વામાં સમર્થ છે. એટલે મનુષ્ય દુઃખમાં હિંમત ન હારે અને સુખમાં છકી ન જાય એટલા માટે ઉપર જણાવેલ બે વિચારપ્રવાહો તત્ત્વજ્ઞાની પુરુષોએ વહેતા મૂક્યા છે. સામાન્ય મનુષ્ય જ્યારે દુઃખી અવસ્થામાં, અનિષ્ટના સંયોગ અને ઇષ્ટના વિયોગમાં આવી પડે છે ત્યારે માનસિક સમતુલા ગુમાવી બેસે છે. આ માનસિક સમતુલા જાળવવાનું કામ, ઉપર જણાવેલ બે વિચારપ્રવાહો પૈકીનો જે પહેલો વિચારપ્રવાહ, ‘દું નત્યિ મે જોર્ફ, નામનG (રૂં' 4 કરે છે. અને બીજી રીતે જોઈએ તો જે મનુષ્ય બીજાનું ભલું કરવા ઇચ્છે છે તેણે પોતાનું દુઃખ ગણકારવું ન જોઈએ. આ પ્રથમ વિચારધારા માનવીને પોતાના દુઃખને સહન કરવાની શક્તિ આપે છે. ટૂંકમાં આ પહેલી વિચારધારા પોતાના દુઃખદારિદ્રત્ર્યમાં સમુતલા જાળવવા અને આત્માના સ્વાભાવિક સ્વરૂપનું ચિંતન કરવામાં ઉપયોગી છે. એટલે આ વિચારધારાનું પણ જૈનદર્શનમાં મહત્ત્વનું સ્થાન છે. જીવનના અંતિમસમયે પણ જો આ ભાવના સારી રીતે ભાવવામાં આવે તો અનાસક્તભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org