Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
296
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો આવી જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય છે. સામાન્ય મનુષ્ય માટે આ વિચારધારા અનુકૂળ લાગે છે, કારણ કે સ્થૂળ દષ્ટિએ આ ભવના સંબંધો, મા, બાપ, પુત્ર, પુત્રી પતિ-પત્ની ઇત્યાદિ આ ભવ પૂરતાં જ મર્યાદિત છે. એ સંબંધો ભવાંતરમાં સ્થળ સ્વરૂપે (તેના તે જ સ્વરૂપે) સાથે આવતા નથી. અહીં જ એની સમાપ્તિ થઈ જાય છે અને ખરેખર આપણા આત્માએ ભવોભવ આવા સંબંધો અનેકવાર બાંધ્યા હતા પરંતુ એ સંબંધોનું અત્યારે જરાય સ્મરણ નથી. એટલે સ્વાભાવિક રીતે મનુષ્ય આ સંબંધોને ક્ષણિક માનવા લાગે છે. પરંતુ બહુસૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે આ ભૌતિક (સાંસારિક) સંબંધોનો અંત અહીં જ આવી જાય છે એવું નથી બનતું. એ સંબંધો, પછી તે મૈત્રીના હોય કે શત્રુતાના, ભવાંતરમાં પણ એ સાથે જ આવે છે. એના આપણી સામે પ્રત્યક્ષ દાખલાઓ પણ છે. ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય પ્રથમ ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિ અને ભગવાનને શો સંબંધ? શું તેમને ફક્ત આ જન્મનો જ ગુરુ-શિષ્યનો સંબંધ હતો ? ના, એ સંબંધ અને એ ગુરુભક્તિનું મૂળ તો છેક ભગવાન આદિનાથના તીર્થમાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ, ભરત ચક્રવર્તીના પુત્ર, મરીચિ તરીકે હતા ત્યારનું છે. મરીચિ, ભગવાન આદિનાથ પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. પરંતુ થોડા જ સમયમાં ચારિત્ર પાળવાને અસમર્થ થતાં, પોતે ત્રિદંડીનો વેશ ધારણ કરે છે. ત્યારપછી જે કોઈ ધર્મ સાંભળવા આવે તેને ધર્મ કહી, પ્રતિબોધીને ભગવાન આદિનાથ પાસે મોકલે છે. તેમાં એકવાર ભગવાનના નિર્વાણ બાદ કપિલ નામનો રાજપુત્ર આવે છે અને તે પ્રતિબોધ પામીને પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારે મરીચિ પોતાની ટેવ પ્રમાણે ભગવાનના સાધુઓની પાસે મોકલે છે, પણ તે કપિલ રાજપુત્ર બીજા સાધુઓ પાસે નહિ જતાં મરીચિ પાસે જ ત્રિદંડી વેષ ગ્રહણ કરે છે. ત્યારપછી એ જ કપિલનો જીવ, જ્યારે મરીચિનો જીવ ત્રિપષ્ઠ વાસુદેવ તરીકે જન્મે છે, ત્યારે તેના સારથિ તરીકે હોય છે. અને કાળક્રમે એ બંને, મરીચિ અને કપિલ, અનુક્રમે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમ થાય છે. આ દાખલો થયો મૈત્રીનો. દુશ્મનાવટના સંબંધો પણ ભવાંતરમાં સાથે જ આવે છે. એના માટે આપણે એ જ ભગવાન મહાવીરનો જીવનપ્રસંગ જોઈએ. ભગવાનને કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ થયો તેનું કારણ શું ? તેનું કારણ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું તે નથી ? વળી એ જ ભગવાન મહાવીરે કેવલજ્ઞાન પામીને પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિને એક ખેડૂતને પ્રતિબોધ કરવા મોકલે છે. ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિ તે ખેડૂતને પ્રતિબોધ કરીને ભગવાનની પાસે લાવે છે પણ ભગવાનને જોતાંવેંત તે ખેડૂત કહે છે, “જો આ તમારા ગુરુ હોય તો મારે તમારી સાથે નથી રહેવું.” અને તે ભાગી જાય છે. આનું કારણ શું? જે મહાપુરુષને જોવા, જેના દર્શન કરવા, અત્યારે પણ આપણને ઉત્કટ ઇચ્છા અને અભિલાષા થયા કરે છે. જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org