Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
-
28 જેનદર્શન અને બે ભિન્ન વિચારો ભારતીય દર્શનોમાં જૈનદર્શન એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન મહાવીરે જૈનદર્શનની પુનઃ સ્થાપના કરી તે જ વખતે સર્વત્ર યજ્ઞ, પશુબલિ અને હોમ-હવનનું જોરદાર સામ્રાજ્ય પ્રવર્તતું હતું અને જૈનદર્શન અહિંસાપ્રધાન હતું. એની સાથે જ ઉદ્ભવ પામેલું અને તેનું જ સમકાલીન બૌદ્ધદર્શન પણ અહિંસાપ્રધાન જ હતું. પણ કાલક્રમે કરીને બૌદ્ધદર્શનમાં અહિંસાનું તત્ત્વ થોડુંક ઓછું થયું. પણ જૈનદર્શનમાં તો એ અહિંસાનું તત્ત્વ કાયમ રહ્યું છે.
આમ જોવા જઈએ તો એક ચાર્વાકદર્શન સિવાય દરેક દર્શન આત્મામાં માને છે અને દરેક દર્શનની શરૂઆત થઈ ત્યારે તેમાં અહિંસાનું તત્ત્વ જ મુખ્ય હતું. પરંતુ સમયના ઝપાટે એ બધાં દર્શનોમાં અહિંસાનું સ્થાન હિંસાએ લીધું અને યજ્ઞ-યાગાદિમાં પશુ-બલિ શરૂ થયો.
ભારતીય દર્શનોમાં એક વિચારપ્રવાહ એવો છે આ સંસારના સર્વ સંબંધો મિથ્યા છે. “બ્રહ્મ સત્ જગન્મિથ્યા' કોઈ કોઈનું નથી. સૌ એકલા આવ્યા છે અને એકલા જ જવાના છે. જ્યારે બીજો વિચારપ્રવાહ એવો છે કે “આત્મવત્ સર્વભૂતેષ બધા જ તારા ભાઈઓ છે, મિત્રો છે, બધા જ તારા છે અને તે બધાનો છે. જેવો તું છે, તેવા જ બીજા છે. તને જે નથી ગમતું. તે બીજાને પણ નથી ગમતું. તને જે ગમે છે તે જ બીજાને પણ ગમે છે, માટે તેને જે ગમે છે તે જ બીજાને માટે કરજે અને તને જે નથી ગમતું તે તું બીજા માટે કદાપિ કરીશ નહિ.
પ્રથમ વિચારધારા માનવીને અંતર્મુખ, એકાકી, સંસારથી વિરક્ત બનાવે છે. આ વિચારધારા સંસારની અનિત્યતા અને જીવમાત્રની અશરણતા સમજાવે છે. એ વિચારધારા પ્રમાણે સંસાર સાથેના મનુષ્યના સંબંધોનો મનુષ્યના મૃત્યુની સાથે જ અંત આવે છે, એવી પણ માન્યતા ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. ક્યારેક એકલી આ વિચારધારાના રવાડે ચડેલો મનુષ્ય તદન સ્વાર્થી થઈ જાય છે અને આવા મનુષ્યોના સમૂહની પકડ મજબૂત બને છે ત્યારે એ સંપ્રદાયમાંથી અહિંસાનું તત્ત્વ વિદાય લે છે. તો ક્યારેક એ મનુષ્ય સંસારના સંબંધોનો તિરસ્કાર કરીને યોગી બની જવાની ધૂનવાળો બને છે. પરંતુ કોઈ પણ મનુષ્ય એકાંતમાં જીવી શકતો નથી. “મનુષ્ય એ તો સામાજિક પ્રાણી છે. એટલે જીવન-જરૂરી ચીજ-વસ્તુ માટે તો એને એ મનુષ્યોના જ બનેલા સમાજ ઉપર આધાર રાખવો પડે છે. એટલે એ મનુષ્યની વિચારધારામાં ભલે, સંસારના સર્વ સંબંધો મિથ્યા હશે, જૂઠા હશે, પરંતુ તેના આચરણમાં તો સંસારના સંબંધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org