________________
જૈન ધર્મ અને વિજ્ઞાન: શંકા તથા સમાધાન
291
પછી ભલે પુંલ્ડિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, મૈથુન સંજ્ઞા હોય જ. માટે સંસારના પ્રત્યેક જીવોમાં મૈથુન ક્રિયા થતી હોય છે પરંતુ જે રીતે દેવયોનિ તથા નારકયોનિમાં મૈથુનની પ્રક્રિયા પ્રજોત્પત્તિનું કારણ બનતી નથી, તે જ રીતે એકીન્દ્રિયથી લઈને ચરિન્દ્રિય સુધીના બધા જ જીવોમાં, મૈથુનની ક્રિયા હોવા છતાં તે પ્રજોત્પત્તિનું કારણ બનતી નથી.
કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે પુરુષ વેદ ઘાસના અગ્નિ જેવો છે, તેણે કામતૃપ્તિ તરત જ થઈ જાય છે. સ્ત્રીવેદ રાખથી ઢાંકેલ અગ્નિ જેવો છે, તેણે કામતૃપ્તિ થવામાં ઘણી જ વાર લાગે છે. જ્યારે નપુંસકવેદ મહાનગરના અગ્નિ જેવો છે, તેણે કામતૃપ્તિ ક્યારેય થતી જ નથી, માટે જ નપુંસકલિંગવાળા જીવોમાં મૈથુન સંજ્ઞા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ક્યારેક તો આ અતૃપ્તિ જ તેમના મૃત્યુનું કારણ બને છે. દા.ત., મધમાખ.
‘મનુસ્મૃતિ’ માં પણ કહ્યું છે કે ‘સ્વપ્નાઃ મિવંશાઘા:’ અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો પોત-પોતાના મળ-મૂત્ર-પરસેવા વગેરેમાં ઉત્પન્ન થાય છે. માટે આપણે આ જીવો દ્વારા ઉત્સર્જિત પદાર્થોને જ ઇંડાં માનીએ છીએ અને તે આપણો ભ્રમ છે.
હમણાં જ થોડાં વર્ષ પહેલાં અમદાવાદથી પ્રકાશિત દૈનિક સમાચાર પત્ર ‘સંદેશ’(તા. 8-7-1987)ની જ્ઞાન-વિજ્ઞાન પૂર્તિમાં ગરોળી (Lyzard) અંગે જણાવ્યું હતું કે ‘વ્હીપ ટેઇલ લીઝાર્ડ’ જે નૈઋત્ય અમેરિકા અને ઉત્તર મેક્સિકોમાં જોવા મળે છે, તેમાં કેવલ નારી જાતિ અર્થાત્ માદા જ હોય છે. આ ગરોળી ઉપર પ્રા. ડેવિડ ક્યુઝે પ્રયોગ કર્યા છે. તેણે બે માદા ગરોળીઓને એક પાંજરામાં રાખી, તેમાં એક ગરોળી, માદા ગરોળી તરીકે વ્યવહાર કરતી હતી. જ્યારે બીજી ગરોળી, નર ગરોળી તરીકે વ્યવહાર કરતી હતી. એટલું જ નહિ માદા ગરોળીએ ઈંડાં પણ મૂક્યાં, પરંતુ દસ-પંદર દિવસ પછી ચક્ર બદલાઈ ગયું. જે ગરોળી, નર ગરોળી તરીકે વ્યવહાર કરતી હતી, તે માદા ગરોળી તરીકે વ્યવહાર કરવા લાગી અને માદા ગરોળી, નર ગરોળી તરીકે વ્યવહાર કરવા લાગી. સંદેશમાં આપેલ છબીઓમાં બંને સમલિંગી ગરોળીઓની મૈથુન ક્રિયા બતાવવામાં આવી છે.
તત્ત્વાર્થસૂત્રમાં ગરોળીને ગૃહકોકિલા નામ આપવામાં આવ્યું છે અને તેને પંચેન્દ્રિય તિર્યંચના પોતજ વિભાગમાં રાખી છે. એ સાથે બીજા સરડો વગેરે (જે પોતાની આસપાસની જમીન વગેરે અનુસાર રંગ બદલે છે) અને ઘો (જે ગરોળી જેવી જ હોય છે.) વગેરેને પણ આ જ વિભાગમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ‘કલ્પસૂત્ર’માં ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામી ગરોળી અને સરડા વગેરેનાં સૂક્ષ્મ ઈંડાં હોવાનો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org