Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
258
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઉપવાસ એ જેમ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણનું સાધન છે. તેમ દેહશુદ્ધિનું અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત - નિયમિત કરવાનું પણ સાધન છે. ઉપવાસ કરવાથી શરીરના આંતરિક ઘન કલ્ચરાનો નિકાલ થાય છે. શરીરમાં વધેલ પિત્ત, કફ કે વાયુનું ઉપશમન અથવા તો ઉત્સર્જન થાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના બીજા અથવા ત્રીજા દિવસે કેટલાકને પિત્તની ઊલટીઓ થાય છે. વસ્તુતઃ એ ઊલટીઓ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમ્યાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહિ મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે; તથા કફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાત પિત્ત અને કફ ત્રણે સમ થાય છે, માટે 15 દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછો એક ઉપવાસ કરવો જોઈએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પ્રાયશ્ચિત્ત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે.
સામાન્ય રીતે શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે સાધુ કે સાધ્વી નિરંતર અટ્ટમ કે તેથી વધુ તપશ્ચર્યા કરતા હોય તેવા સત્ત્વશાળી સંયમી મહાત્માઓનું શરીર દેવાધિષ્ઠિત થઈ જાય છે. અર્થાત્ તપ વગેરેમાં દૈવી સહાય મળે છે. પરંતુ સામાન્ય ગૃહસ્થ વગેરે પણ
જ્યારે અઠ્ઠાઈ, અગિયાર ઉપવાસ, 15 ઉપવાસ, માસક્ષમણ (30 ઉપવાસ) કે 45 ઉપવાસ જેવી મહાન દીર્ધકાલીન તપશ્ચર્યા કરે છે, ત્યારે મોટે ભાગે શારીરિક રીતે ક્ષીણ અને અશક્ત થઈ જાય છે. છતાં મનોબળ અને આત્મબળના આધારે તેઓ લાંબાકાળ સુધી આહાર વિના ચલાવી શકે છે. કેટલાક લોકો 16-16દિવસના ચઉવિહાર એટલે કે પાણી વગરના પણ ઉપવાસ કરી શકે છે. અર્થાત્ 16-16 દિવસ સુધી આહાર અને પાણી બંનેનો સંપૂર્ણત્યાગ કરે છે. શરીરવિજ્ઞાન તથા આરોગ્ય વિજ્ઞાનના સામાન્ય જ્ઞાનવાળા લોકોને આમાં ખૂબ આશ્ચર્ય જણાય છે. પરંતુ આ વિશે વધુ વિચાર કરતાં લાગે છે કે આપણા શરીરને કોઈપણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ ત્રણ દિવસ દરમ્યાન શરીર નવીન પરિસ્થિતિનો સામનો પ્રતીકાર કરે છે અને એ ત્રણ દિવસ દરમ્યાન શારીરિક અને માનસિક વ્યવસ્થાતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ એ પ્રતીકારને જ્યારે બહારથી કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી ત્યારે શરીર નવીન પરિસ્થિતિને અનુકુળ થઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણું શરીર સામાન્ય દિવસોમાં, દિવસ દરમ્યાન લીધેલ આહાર અને પાણીમાંથી પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવી લે છે. પરંતુ શરીરમાં રહેલ ચરબી અને લૂકોઝ વગેરેનો તે ઉપયોગ કરતું નથી, કારણ કે આપણું શરીર એ પ્રમાણે જ ટેવાયેલું હોય છે. તેથી જ્યારે આપણે ઉપવાસ કે આયંબિલ વગેરે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે આપણું શરીર રોજિંદાક્રમ પ્રમાણે બહારથી લેવાયેલ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org