________________
274
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો બીજે દિવસે પણ લઈ શકાય છે. જો કે અત્યારે આ રીતે બીજે દિવસે વલોણાની છાશ કોઈ પણ સાધુ-સાધ્વી લેતા નથી, પરંતુ પરંપરામાં આ રીતે સાંભળવા મળ્યું છે.
બીજી વાત એ કે જે. મૂ. સંપ્રદાયની પરંપરા પ્રમાણે આ રીતે છાશ વલોવ્યા પછી તેમાં જો કાચુ પાણી ભેળવવામાં આવે તો, તે 48 મિનિટ સુધી સચિત્ત રહે છે, ત્યારબાદ તે અચિત્ત થઈ જાય છે અને સાધુ-સાધ્વી તેનો આહારમાં ઉપયોગ કરી શકે છે. આ પ્રથા અત્યારે પણ ક્યાંક ક્યાંક પ્રચલિત છે. 3. ઘી દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવવામાં આવે છે. છાશ વલોવ્યા પછી છાશમાં માખણ ઉપર તરે છે. તેને છાશમાંથી છૂટું પાડી ગરમ કરતાં ઘી બને છે. માટે જેટલા પ્રકારનું દહીં છે તેટલા જ પ્રકારનું ઘી છે અર્થાત્ ગાય, ભેંસ, બકરી અને ઘેટીના દૂધમાંથી દહીં, માખણ અને ઘી પ્રાપ્ત
થાય છે.11
અહીં એવી શંકા થઈ શકે કે દહીં અથવા છાશમાંથી મેળવવામાંથી આવેલ માખણ અભક્ષ્ય છે અને એ જ માખણને ગરમ કરી બનાવવામાં આવેલ ઘી કેવી રીતે ભક્ષ્ય ગણી શકાય ? વસ્તુતઃ માખણને છાશથી અલગ કર્યા પછી પ્રાયઃ 48 મિનિટ સુધી તે ભક્ષ્ય હોય છે અર્થાત્ 48 મિનિટ સુધી જીવોત્પત્તિ થતી નથી. ત્યારબાદ તેના જ રંગના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે માટે છાશથી માખણ અલગ કર્યા પછી તરત જ, તેમાંથી ઘી બનાવવું જોઈએ.
અત્યારે ક્યાંક ઘી બનાવનારા જૈનેતરો માખણ તારવી લઈ, દસ-પંદર દિવસ સુધી ભેગું કરે છે અને ત્યાર પછી તેમાંથી ઘી બનાવે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ભારતના એક શહેરમાં એક જૈન ચોક/રસોડામાં, બપોરના સમયે રસોઈ કરનાર મહારાજે કાળા વસ્ત્રમાં વીંટાળેલ માખણના ત્રણ-ચાર મોટા મોટા પિંડોને વાસણમાં ગરમ કરતાં, તે માખણ ઓગળતાંની સાથે જ તેમાં કીડા-ઈયળ જોવા મળ્યાં હતાં. માટે આ રીતે બનાવેલું ઘી અભક્ષ્ય જ ગણી શકાય. પરંતુ આજે તો એવાં યંત્રો/મશીનો છે કે દૂધમાંથી સીધી જ ચરબી Fat) ખેંચી લઈ અથવા દૂધની મલાઈને જમાવી, તેને જ ગરમ કરી સીધે સીધું ઘી બનાવવામાં આવે છે. માટે આ રીતે બનાવેલું ઘી ભક્ષ્ય જ ગણાય.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘી, તેલ વગેરે વસ્તુતઃ એક પ્રકારની ચરબી જ છે, જે આપણા શરીરમાં ગરમી અને શક્તિ માટે જરૂરી છે. શરીરમાં તેનું દહન થાય છે, અને તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિથી શરીરના બીજા વિભાગોનું કાર્ય ચાલુ રહે છે. જો મનુષ્ય આવશ્યક્તા કરતાં વધુ પડતાં દૂધ, ઘી, દહીં, તેલ, આદિનો આહાર કરે તો
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org