________________
26
પાણી: સચિત્ત અને અચિત્તઃ
વરૂપ, સમસ્યા અને સમાધાન પાણી સજીવ છે. પાણીનો પ્રત્યેક અણુ સજીવ છે, સાથે સાથે તે બીજા જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાથી તેમાં કેટલી ય જાતના જીવાણુ - કીટાણ પણ હોય છે, જે આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરી શકે છે. માટે સ્વાથ્યની દૃષ્ટિએ પાણી ઉકાળીને જ પીવું જોઈએ. અત્યારે ક્યાંક ક્યાંક પાણીને અચિત્ત/પ્રાસુક બનાવવા માટે તેમાં થોડી રાખ, ચુનો કે સાકર નાખવામાં આવે છે. જો કે શાસ્ત્રીય દૃષ્ટિએ રાખ ચુનો કે સાકર પાણીમાં નાખવાથી તે અચિત્ત થઈ જાય છે, આમ છતાં રાખ કે ચુનો પાણીમાં કેટલા પ્રમાણમાં નાખવો જોઈએ અને તે નાખ્યા પછી કેટલા સમય પછી પાણી અચિત્ત થાય છે, તેની કોઈ માહિતી શાસ્ત્ર અથવા અન્ય કોઈ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થતી નથી. વસ્તુતઃ આ રીતે અચિત્ત થયેલ પાણી ફક્ત સાધુ-સાધ્વીએ જ લેવું યોગ્ય છે કારણ કે તેમના માટે કોઈ શ્રાવક/ગૃહસ્થ પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ સચિત્ત દ્રવ્યોની વિરાધના/હિંસા કરે તો, તેનો દોષ તે તે સાધુ-સાધ્વીને લાગે છે. જો સાધુ-સાધ્વી માટે જ આ રીતે રાખ, ચુનો નાખી પાણી અચિત્ત કરવામાં આવે તો, એ પાણી અચિત્ત/પ્રાસુક હોવા છતાં, સાધુ-સાધ્વી માટે અeષણીય/અકથ્ય છે. પ્રાચીન કાળમાં ગોચરી લેવા નીકળેલ સાધુ-સાધ્વીને સ્વાભાવિક જ દાળ અથવા ચોખા ધોએલ પાણી અથવા રોટલી બનાવતી વખતે છેલ્લે લોટવાળું પાણી, જેમાં લોટ કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થનો સ્વાદ જણાતો ન હોય અને તે પાણી તરસ છિપાવવામાં સમર્થ જણાય તો, પોતાના પાત્રમાં તે લઈ લેતા હતા પરંતુ શ્રાવકો માટે તપશ્ચર્યામાં તથા સામાન્ય રીતે ત્રણ વખત ઉકાળેલું,ઊભરા આવેલું અચિત્ત પાણી લેવાનો જ નિયમ છે. ઉપર જણાવી તે પ્રાચીન શ્વેતાંબર પરંપરા હતી, અને તે પણ શાસ્ત્ર આધારિત. અત્યારે આ પ્રથા જૈન સાધુ-સાધ્વીઓના કેટલાક સંપ્રદાય - સમુદાય-ગચ્છ કે વિભાગમાં આજે પણ ચાલુ છે, એટલે જ તેઆના અનુયાયી ભક્ત શ્રાવકવર્ગ, તેમના માટે આ રીતે રાખ કે ચુનો નાખી પાણી અચિત્ત કરે છે, જે સર્વથા અનુચિત છે. આ રીતે આ પ્રકારનું પાણી લેવાથી પ્રાસુક પાણી ગ્રહણ કરવાનો મુખ્ય આશય જ માર્યો જાય છે. તેથી જ શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ-સાધ્વી સમુદાયમાં હવે ત્રણ ઉભરા આવેલ ઉકાળેલું અચિત્ત પાણી જ લેવામાં આવે છે, તેને પાકું પાણી કહેવામાં આવે છે, જ્યારે સભ્ય સંસ્કૃત ભાષામાં “અચિત્ત' પાણી અને શાસ્ત્રીય પરિભાષામાં તેને “પ્રાસુક પાણી કહેવામાં આવે છે.
કેટલાક લોકો એવી શંકા કરે છે કે કુંડોમાં એકત્રિત કરેલ વરસાદનું મીઠું પાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org