Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
ધનવીજભારવાળા અણુઓની સંખ્યા ઘણી વધુ હોય છે, જો તે ઓછી કરવામાં આવે અને સાથે સાથે ૠણવીજભારવાળા અણુઓની સંખ્યા વધારવામાં આવે તો વાતાવરણ તાઝગીવાળું અને સ્ફૂર્તિદાયક બની જાય છે. આ સંશોધનના આધારે જ તેઓએ હવા/ વાતાવરણને ૠણવીજભારવાળું બનાવવા માટે આયોનાઇઝશન ઉપકરણ/સાધન બનાવ્યું. આજકાલ આ સાધનનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. આ મશીન ૬૨ સેકંડે અબજોની સંખ્યામાં ઋણવીજભારવાળા અણુઓ પેદા કરીને બહાર ફેંકે છે. વરસાદના દિવસોમાં આપણને સૌને અનુભવ છે કે એવા દિવસોમાં ફક્ત ખાઈ-પીને સુઈ જવાની જ વૃત્તિ રહે છે, કોઈ પણ કામમાં મન લાગતું નથી કારણ કે એ સમયે વાતાવરણમાં ધનવીજભારવાળા અણુઓની સંખ્યા ખૂબ જ હોય છે. માટે ગરમ/ઉકાળેલું પાણી પીવું તે કેવલ જીવદયા અને આરોગ્ય વિજ્ઞાનની દૃષ્ટિએ જ નહિ પરંતુ મનની પ્રસન્નતા અને તંદુરસ્તી માટે પણ જરૂરી છે. ઉપર જે કાંઈ કહ્યું તે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે.
282
કેટલાક લોકો એમ પણ કહે છે કે અચિત્ત પાણી ઘણા બધા પરિગ્રહનું કારણ છે કારણ કે તેના માટે એક અલગ નવી સામગ્રી જરૂર પડે છે. પરંતુ આ વાત ઉચિત નથી, તે ફક્ત એક કુતર્ક જ છે. અહિંસા/જીવદયાના પાલન માટે જરૂરી ઉપકરણને પરિગ્રહ કહેવો બરાબર નથી. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પોતે રચેલ ‘અષ્ટક પ્રકરણ’ માં આ વાત જણાવી છે.
કેટલાક લોકો એવી દલીલ પણ કરે છે કે ધરતી ઉપર પ્રાપ્ત બધા જ પ્રકારનાં પાણીમાં માટી, રાખ વગેરે પદાર્થો ભળેલા જ હોય છે અર્થાત્ તે પાણી અચિત્ત જ હોય છે, તો તે પાણીને ફરીથી અચિત્ત કરવાની શી જરૂર ? શુદ્ધ પાણી તો ફક્ત, પ્રયોગશાળામાં જ મળી શકે છે. તેમની આ વાત અવશ્ય વિચારણીય છે, પરંતુ તેનું પણ સમાધાન છે. આ રીતે પ્રાપ્ત પાણી અચિત્ત પણ હોઈ શકે અને સચિત્ત પણ. આપણી પાસે એવું જ્ઞાન નથી, તેથી આપણને સો ટકા ખાત્રી નથી કે આ પાણી સચિત્ત છે કે અચિત્ત. અને એટલે જ તે પાણી ભલે કુદરતી રીતે હોય છતાં, તેને પુનઃ અચિત્ત કરવું જરૂરી છે.
કેટલાક લોકો વરસાદના પાણીની, રસોડામાં વરાળમાંથી પાણીમાં રૂપાંતર પામેલ પાણીની સાથે સરખામણી કરતાં કહે છે કે વરસાદનું પાણી જો સજીવ છે, તો રસોડામાં, રસોઈના વાસણ ઉ૫૨ ઢાંકેલ, ઢાંકણાં ઉપર લાગેલી વરાળમાંથી ઉત્પન્ન થયેલ પાણીના ટીપાંને પણ સજીવ માનવા જોઈએ પરંતુ તેમની આ વાત ભ્રમ ઉત્પન્ન કરનારી છે. ઉપ૨ ઉ૫૨થી આ બંને પ્રક્રિયા સમાન જણાય છે પરંતુ વસ્તુતઃ બંનેમાં ઘણો તફાવત છે.
વિક્રમની બારમી શતાબ્દિમાં શ્રી શાંતિસૂરિજીએ રચેલ ‘જીવવિચાર’ પ્રકરણ તથા જીવાભિગમ વગેરે. આગમોમાં વરસાદના પાણીને સચિત્ત અપ્લાય તરીકે બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org