Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
275
વિગઈ અને મહાવિગઈ વધારાની ચરબી મનુષ્યની ચામડી નીચે જમા થાય છે અને કોઈ પણ કારણથી આહાર ન મળે અથવા તો ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવામાં આવે ત્યારે તે ચરબીનું દહન થાય છે, અને તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, માટે દરેક મનુષ્ય પરિમિત/મર્યાદિત પ્રમાણમાં ઘી, દૂધ લેવું જોઈએ. 4 તેલ જે રીતે ઘી, દૂધ, દહીંનાં અનેક પ્રકારમાંથી કેવળ ચાર-પાંચ પ્રકારને જ વિકૃતિમાં બતાવવામાં આવ્યા છે, તે જ રીતે તેલના ફક્ત ચાર પ્રકારને જ જૈન શાસ્ત્રકારોએ વિગઈમાં ગણાવ્યા છે. 1. તલનું તેલ, 2. અળસીનું તેલ, 3. સરસવનું તેલ, અને 4. કુસુમ્ભ નામના ઘાસનું તેલ 2 બાકી બીજાં તેલનો વિકૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તોપણ મગફળી, નાળિયેર વગેરેના તેલનો પણ વિગઈમાં સમાવેશ કરવો જોઈએ કારણ કે જે કાળમાં આ ગ્રંથો લખવામાં આવ્યા, તે કાળમાં પ્રાયઃ બધા લોકો ઉપર્યુક્ત તેલનો જ ખોરાકમાં ઉપયોગ કરતા હશે અને અન્ય તેલના ઉપયોગની કદાચ કલ્પના પણ કરી નહિ હોય, માટે ગ્રંથકારોએ ફક્ત ઉપર બતાવેલા તેલનો જ વિગઈમાં સમાવેશ કર્યો હશે.
તલનું તેલ શરીરને સશક્ત બનાવે છે અને પાચન ક્રિયાનું ઉદીપન કરે છે. તલના તેલથી માલિશ/મસાજ કરવાથી ચામડી અને આંખોને ફાયદો થાય છે. ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરનારને લકવો થતો નથી. સરસવનું તેલ વાયુ અને કફને દૂર કરે છે અને તેના પ્રમાણને સમતોલ કરે છે. આંતરડામાં ઉત્પન્ન થયેલ કૃમિકરમિયાને પણ દૂર કરે છે. સરસવના તેલની માલિશ કરવાથી ચામડીની રુક્ષતા દૂર થાય છે તેમજ ત્વચા મજબૂત, સ્નિગ્ધ અને કોમલ બને છે. મગફળીના તેલથી વાયુનું નિયંત્રણ થાય
છે.13
5. ગોળ અને સાકર જૈન ગ્રંથોમાં ગોળના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. 1. દ્રવિત ગોળ. અર્થાત્ નરમ ગોળ, 2. કઠણ ગોળ બંને પ્રકારના કાચા ગોળનો વિગઈમાં સમાવેશ થાય છે.14 ગોળમાં પુષ્કળ શક્તિ છે. સૂકો મેવો અને શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી શરીરમાં ખૂબ જ શક્તિ આવે છે. પ્રાચીન ભારતમાં અને આજે પણ ઘોડાને ગોળ અને ચણા ખવડાવવામાં આવે છે. સાકરથી શરીરમાં શીઘ શક્તિનો સંચાર થાય છે. ગોળ અને સાકર, બંને શક્તિના સ્ત્રોત છે. ગોળથી કામવાસના વધે છે, માટે ત્યાગી સાધુ અને બ્રહ્મચારીઓએ કાચો ગોળ લેવો ન જોઈએ.
આરોગ્ય સ્વાથ્યની દૃષ્ટિએ પણ ગોળ હૃદયને શક્તિશાળી બનાવે છે. અને હદય સંબંધી ભિન્ન ભિન્ન રોગો થવા દેતો નથી ગોળનું પાણી (સાકરનું પાણી). મૂત્રપિંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org