________________
270
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્ય આ ચારે મહાવિગઈના મકારથી જીવનપર્યંત દૂર રહે છે. બાકી જે જન્મથી જૈન છે પરંતુ કર્મથી જૈન નથી, જેઓએ શ્રાવકત્વની મર્યાદા - ગરિમાનો લોપ કરી દીધો છે, તેવા જૈનત્વહીન, કહેવાતા જેનોમાં આ બધી વસ્તુઓનો પ્રવેશ થઈ ગયો છે, તે આપણા માટે શરમ અને ચિંતાનો વિષય છે.
સાચો શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનું યથાસંભવ, યથાશક્તિ પાલન કરે છે. શ્રાવકો માટે શું ખાધ અને શું અખાદ્ય, તેનું કાંઈક સ્વરૂપ સાતમા ભોગપભોગ વિરમણવ્રતમાં આવે છે. જેમાં 1. મધ, 2. માખણ 3. મદ્ય અને 4. માંસનો સંપૂર્ણપણે નિષેધ કરવામાં આવ્યો છે, તેના વિશે છેલ્લે વિચાર કરીશું. અત્યારે તો વિગઈ વિશે વિચાર કરીશું જે સામાન્ય રીતે ભક્ષ્ય છે.
જો કે જૈન ધર્મશાસ્ત્રોમાં સાધુઓને કોઈપણ જાતના વિશેષ કારણ વગર દૂધ, દહીં, ઘી, તેલ આદિ વિગઈનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી નથી. કેવલ ફક્ત ગ્લાન અર્થાત્ માંદા, અશક્ત અને સ્વાધ્યાય-ધ્યાન આદિમાં પ્રવૃત્તિશીલ સાધુઓ જ આચાર્યાદિ ગીતાર્થોની આજ્ઞાનુસાર વિકૃતિઓનો ઉપયોગ કરી શકે છે. આ બધી વિકૃતિઓ પોતાના નામ પ્રમાણે મન અને શરીરમાં વિકાર પેદા કરવામાં સમર્થ હોવાથી આવો નિષેધ કરવામાં આવ્યો છે, માટે સ્વસ્થ મનુષ્ય ઘી, દૂધ, દહીં, આદિનો વધુ પડતો ઉપયોગ કરવો ન જોઈએ. 1. દૂધ દૂધ વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંપૂર્ણ આહાર છે. મનુષ્યના શરીર માટે આવશ્યક બધાં પ્રકારનાં તત્ત્વો પ્રાયઃ દૂધમાં છે, માટે દૂધ મનુષ્ય માટે આવશ્યક ચીજ માનવામાં આવી છે. કેટલાક કહે છે કે દૂધ પ્રાણિજ દ્રવ્ય હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તે માંસાહાર બરાબર છે. પરંતુ તેઓની આ વાત સાચી નથી. જો એમ જ માની લેવામાં આવે તો વિશ્વમાં કોઈ પણ મનુષ્ય એવો નહિ મળે કે જેણે બાળપણમાં દૂધ પીધું ન હોય. વસ્તુતઃ દૂધ દરેક પ્રાણી તથા મનુષ્ય માટે જીવનની પ્રાથમિક આવશ્યકતા છે અને પ્રત્યેક માદા પશુના સ્તનમાં તેનું નિર્માણ પોતાના બચ્ચા - શિશુના પોષણ માટે જ થાય છે. દરેક બાળક માટે સૌપ્રથમ આહાર દૂધ જ હોય છે. પછી ભલે ને એ બાળ, શિશુ સિંહણનું હોય, વાઘણનું હોય, મૃગલીનું હોય, ગાયનું હોય, ભેંસનું હોય અથવા સ્વયં મનુષ્યનું બાળક કેમ ન હોય? દૂધનું નિર્માણ આહાર માટે જ થયું છે અને અનાદિ કાળથી માનવ બાળે દૂધનો આહાર કર્યો છે, માટે દૂધના વિષયમાં આવી શંકા કરવાનું કોઈ કારણ નથી. હા, અત્યારે આધુનિક મશીન દ્વારા જયારે ગાય-ભેંસને દોહવામાં આવે છે ત્યારે ક્યારેક ક્યારેક વધુ દૂધ મેળવવા માટે જરૂર કરતાં વધુ સમય સુધી મશીન લગાડેલાં રાખવાથી તેમાં ગાય-ભેંસનું લોહી આવી જવાનો સંભવ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org