________________
તપથી થતા લાભો અને તેનું રહસ્યઃ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ
(257 ઉપવાસ જૈનધર્મનું આગવું વિશિષ્ટ તપ છે. આ તપના મુખ્ય બે પ્રકાર છેઃ (1) તિવિહાર ઉપવાસ (2)ચઉવિહાર ઉપવાસ. જૈન પરંપરા પ્રમાણે - ઉપવાસની શરૂઆત આગલા દિવસની સાંજથી થાય છે અને સમાપ્તિ બીજા દિવસની સવારે થાય છે. મતલબ કે પૂરા 36 કલાકનો આ ઉપવાસ હોય છે, જૈન પરંપરાના ઉપવાસમાં અન્ય પરંપરાના ઉપવાસની માફક ચા, દૂધ, કોફી, ટ, માવાની મિઠાઈ કે અન્ય ફરાળ લેવામાં આવતું નથી કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવતા પ્રતીક ઉપવાસની માફક સવારના આઠથી રાત્રિના આઠ સુધી માત્ર 2 કલાકના જ ઉપવાસ હોતા નથી. આવા પ્રતીક ઉપવાસો સવારના પેટ ભરીને નાસ્તો (breakfast) કરીને શરૂ થાય છે અને સાંજે તેની સમાપ્તિ બાદ પાકું ભોજન લેવામાં આવે છે. જ્યારે જૈન પરંપરાના તિવિહાર ઉપવાસમાં દિવસે માત્ર સવારના 10 થી સાંજના 6 સુધી ફક્ત ઉકાળેલું પાણી જ લેવામાં આવે છે. જ્યારે ચઉવિહાર ઉપવાસમાં તો આગલા દિવસની સાંજથી લઈ બીજા દિવસની સવાર સુધી પૂરા 36કલાક સુધી આહારનો ત્યાગ હોય છે જ પણ સાથે સાથે પાણીનું એક ટીપું પણ લેવામાં આવતું નથી અર્થાત્ પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે.
જીવન માટે આવશ્યક મુખ્ય ત્રણ વસ્તુ છે : આહાર, પાણી અને હવા, શરીરને ટકાવવા માટે નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં પથ્ય આહાર લેવો જરૂરી છે. જો આહાર ઓછો લેવામાં આવે અથવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે તો શરીર ક્ષીણ થતું જાય છે અને લાંબા કાળે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે શરીર અસમર્થ બને છે. આહારને પચાવવા માટે પાણી અત્યંત જરૂરી છે. શરીરમાં 75 થી 80 ટકા પાણી હોય છે; શરીરમાં ઝાડા ઊલટી દ્વારા પાણી ઓછું થઈ જાય તો ઝડપથી લોહીનું દબાણ ઘટવા માંડે છે; અને શરીર અસ્વસ્થ બને છે. તેથી શરીરનું શુષ્કીકરણ (dehydration) થતું રોકવા માટે ક્ષુકોઝ વગેરેનું પાણી આપવું પડે છે. એટલે પાણી પણ જીવન ટકાવવા માટે અગત્યની વસ્તુ છે અને ચયાપચય(metabolism)ની ક્રિયા માટે ઑક્સિજન અતિ આવશ્યક છે. ઑક્સિજન વડે શરીરમાં ચરબી અને સાકરના દહન દ્વારા આપણને જરૂરી શક્તિ-કેલરી મળી રહે છે. એ ઑક્સિજન - શ્વાસોચ્છવાસ દ્વારા હવામાંથી જ લેવામાં આવે છે. હવામાં લગભગ 20% ઑક્સિજન - પ્રાણવાયુ હોય છે. એટલે હવા વિના મનુષ્ય કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ સુધ્ધાં થોડી મિનિટો પણ જીવી શક્તા નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો રહી શકાય છે; અને આહાર વિના થોડા દિવસો રહી શકાય છે. એટલે વિજ્ઞાનની દૃષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસના ઉપવાસ થઈ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકોરડા ઉપવાસ ફક્ત થોડા દિવસ, ચાર કે પાંચ દિવસ થઈ શકે છે એથી વધુ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org