Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
266
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો જો દેવલોકના સુંદર રત્નો, જે પૃથ્વીકાય સ્વરૂપ છે તથા દેવલોકના વાવ-તળાવ વગેરેનાં સ્વચ્છ-સુગંધી પાણી, કમળ વગેરે, સુંદર સુગંધી પુષ્પો વગેરેમાં જો આસક્તિ થઈ જાય તો દેવલોકના દેવોને પણ ત્યાંથી મરીને પૃથ્વીકાય, રત્નો વગેરેમાં, અષ્કાય, પાણી વગેરે અને વનસ્પતિ કાય, વૃક્ષ, ફૂલો વગેરેમાં જન્મ લેવો પડે છે. દેવલોકના દેવોને તેઉકાય અને વાઉકાયનો બિલકુલ ઉપયોગ હોતો નથી તેથી તેનાથી પ્રાપ્ત સુખના અનુભવના અભાવમાં, તેમાં આસક્તિ ઉત્પન્ન થતી નથી. પરિણામે દેવો ક્યારેય દેવલોકમાંથી મારીને તેઉકાય | અગ્નિ તરીકે કે વાઉકાય | હવા-પવન તરીકે જન્મ લેતા નથી.
લીલાં શાકભાજી અને ફળો જેવાં તુચ્છ પદાર્થોમાં આસક્તિ ન થાય અને તેમાં જન્મ ન લેવો પડે, તે માટે લીલાં શાકભાજી અને ફળો વગેરેના સ્વાદનું સાતત્ય ન રહે તે માટે પ્રાયઃ દર બે દિવસે એક દિવસ લીલાં શાકભાજી તથા ફળોનો ત્યાગ કરવા માટે પર્વતિથિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રસંગોપાત્ત એક બીજી વાત પણ અહીં નોંધવી જરૂરી છે કે આખા કઠોળમાં, જીવજંતુની ઉત્પત્તિનો સંભવ હોવાથી ઘણા સાધુ-સાધ્વી ચાતુર્માસ દરમ્યાન અને મહત્ત્વની પર્વ-તિથિના દિવસોમાં આખું કઠોળ (ચણા, વાલ, ચોળા, તુવર, વટાણા વગેરે) લેતા નથી.
વસ્તુતઃ જેઓ શાકાહારી છે તેઓને લીલાં શાકભાજી લેવાની ખાસ જરૂરિયાત નથી પરંતુ જેઓ માંસાહારી છે તેઓને લીલાં શાકભાજી લેવાની જરૂર હોય છે. કારણ કે માંસાહારીઓના ખોરાકમાં મનુષ્યના શરીરને જોઈતા ક્ષાર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન હોતાં નથી. વળી માંસ વગેરેમાં રેષા હોતા નથી. તે કારણે બંધકોશ કે કબજિયાત જેવી બીમારીના ભોગ બનવું પડે છે. માટે કબજિયાત કે બંધકોશ ન થઈ જાય તે માટે તેઓને લીલાં શાકભાજી સારા એવા પ્રમાણમાં લેવાં પડે છે. વૈદ્યોના અનુભવે આ વાત સત્ય પણ જણાઈ છે. જ્યારે શાકાહારીઓ નિયમિત લીલાં શાકભાજી લેતાં હોવાથી તેઓને આવી તકલીફ ક્વચિત્ જ થાય છે તેથી તેઓએ લીલાં શાકભાજી લેવાં જરૂરી નથી.
બીજું, લીલાં શાકભાજીમાં હિમોગ્લોબિન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્ત્વ ફેફસામાં હવામાંથી ઑક્સિજન મેળવી લોહીને શુદ્ધ કરે છે અને પ્રાણિજ દ્રવ્યોમાંમાંસ વગેરેમાં તે બિલકુલ હોતું નથી તેથી તેઓનું શરીર ફીકું થઈ જાય છે. જ્યારે શાકાહારી મનુષ્યોના શરીરમાં હિમોગ્લોબિન સારા એવા પ્રમાણમાં હોવાથી લીલાં શાકભાજી લેવાની કોઈ જરૂરિયાત નથી. વળી કઠોળ વગેરેમાં તે હોય છે જ.
આયુર્વેદની દૃષ્ટિએ વિચારીએ તો લીલાં શાકભાજી પિત્તવર્ધક છે, જ્યારે કઠોળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org