Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પર્વ-તિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે ?
267
વાયુકારક છે. તેથી લીલાં શાકભાજી વધુ પ્રમાણમાં લેવાય તો પિત્તનો પ્રકોપ થાય છે. તે ન થાય અને શરીરમાં વાત, પિત્ત અને કફનું પ્રમાણ બરાબર જળવાઈ રહે તે માટે લગભગ ત્રણ દિવસે એકવાર લીલાં શાકભાજીનો ત્યાગ અને કઠોળ કે દાળોનું સેવન કરવું અનિવાર્ય છે અને પર્વ-તિથિઓ પણ પ્રાયઃ દર ત્રણ દિવસે એક આવે છે. પ્રથમ પર્વ-તિથિ બીજ, ત્યારબાદ બે દિવસ પછી પાંચમ, પછી આઠમ, અગિયારસ અને ચૌદસ એમ બબ્બે દિવસના આંતરે પર્વ-તિથિઓ આવે છે તથા આખાય પખવાડિયાના અંતે ચૌદસ અને પૂનમ અથવા ચૌદસ અને અમાવાસ્યા એ બબ્બે તિથિ સંયુક્ત આવે છે. તેનું કારણ ફક્ત એટલું જ કે 15 દિવસ દરમ્યાનમાં કદાચ પિત્ત થોડું પણ વધી ગયું હોય તો તેનું શમન તે બે દિવસ દરમ્યાન સતત લીલી વનસ્પતિનો ત્યાગ કરવાથી થઈ શકે છે.
કાર્તિક માસ, ફાગણ માસ અને આષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસોને ચૌમાસી અઠ્ઠાઈ કહેવાય છે અને વસ્તુતઃ આ સમય ઋતુઓનો સંધિકાળ છે. આ સમયમાં શરીરમાં વાત, પિત્ત અને કફની અસમતુલા સર્જાય છે, આરોગ્ય બગડે છે. તે વધુ ન બગડે અને સ્વસ્થતા આવે તે માટે આહાર ઉપર સંયમ રાખવો જરૂરી છે. તે જ રીતે ચૈત્ર માસ અને આસો માસની શાશ્વતી ઓળીની આરાધનાનો સમય પણ રોગોત્પત્તિને અનુકૂળ હોય છે. એક જગ્યાએ તો કહ્યું છે કે : વૈઘાનાં શારવી માતા, પિતા તુ સુમાર: ।'(વૈદ્ય, ડૉક્ટરો માટે શરદ ઋતુ માતા સમાન અને વસંત ઋતુ પિતા સમાન છે.)
આ સમય દરમ્યાન કફ અને પિત્તનો પ્રકોપ વધુ પ્રમાણમાં હોય છે. તેથી આ દિવસોમાં જ્ઞાની પુરષોએ આયંબિલના તપ દ્વારા કફ અને પિત્ત ઓછા થાય એવી આરાધના બતાવી છે. આયંબિલના તપમાં લીલાં શાકભાજી, ફળ-ફળાદિનો ત્યાગ તો હોય છે જ પણ એ સાથે કફ પેદા કરનાર ઘી, તેલ, ગોળ (સાકર), દૂધ, દહીં અને મિઠાઈ તથા મરચું અને ખાટાં દ્રવ્યોનો પણ ત્યાગ કરવામાં આવે છે.
એક અન્ય વાત પણ જાણી લેવી જરૂરી છે કે જેમ લીલાં શાકભાજીનો લીલોતરીમાં સમાવેશ થાય છે. તેમ પાકાં ફળ વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. વનસ્પતિવિજ્ઞાનની દૃષ્ટિએ લીલાં શાકભાજી અને કાચાં પાકાં ફળ વગેરેમાં કોઈ તફાવત નથી. આમ છતાં, અત્યારે લીલોતરીનો ત્યાગ કહેતાં માત્ર લીલાં શાકભાજીનો ત્યાગ કરવામાં આવે છે, પરંતુ પાકાં ફળ વગેરેનો ત્યાગ ઘણાં ઓછાં જૈનો કરે છે. છેવટે તો જૈનધર્મ ત્યાગની મુખ્યતાવાળો છે તે કારણે શક્ય તેટલો વધુ ત્યાગ કલ્યાણકારી છે, એ દૃષ્ટિએ, શ્રાવક-શ્રાવિકાઓએ જ્યારે લીલાં શાકભાજી વગેરેના ત્યાગનો અભિગ્રહ/નિયમ લીધો હોય ત્યારે, પોતે જે પ્રમાણેની ધારણા કરી હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org