Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
256
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ખરાબી આવતી નથી. સિવાય કે પોતે બેદરકાર રહે અને પૂરતી સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટેના સામાન્ય નિયમોનું પણ પાલન કરવાનું ચૂકી જાય.
આયંબિલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપમાં દિવસે માત્ર એક જ વખત લુખ્ખા-સુક્કા આહારનું ભોજન કરવાનું હોય છે. તેમાં મુખ્યત્વે છ વિગઈ, દૂધ, દહીં, ઘી, ગોળ (સાકર), તેલ અને પકવાન(મિઠાઈ)નો ત્યાગ કરવાનો હોય છે. તેમાં હળદર કે મરચું પણ વાપરી શકતા નથી. આ તપથી આધ્યાત્મિક દૃષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે અને જીભ કાબૂમાં આવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબૂમાં આવી જાય છે અને પાંચેય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતાં ચાર કષાય અને મન ઉપર પણ વિજય મેળવાય છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મનિર્જરા વધુ થતાં મોક્ષપ્રાપ્તિ નજીક આવી જાય છે.
આ સિવાય આ તપથી બીજા પણ અનેક પ્રકારના લાભો થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી, દૂધ, દહીં, ગોળ અને મિઠાઈનો આ તપમાં સર્વથા ત્યાગ કરવામાં આવે છે. સાથે સાથે લીલાં શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક જ હોય છે; તેનો પણ ત્યાગ કરવામાં આવે છે.
આયુર્વેદની દૃષ્ટિએ સર્વરોગોનું મૂળ શરીરમાં ઉત્પન્ન થયેલ વાત, પિત્ત અને કફની વિષમતા જ છે અને સામાન્ય જીવન વ્યવહારમાં રસનેન્દ્રિયના ચટાકાના કારણે કફ અને પિત્તજનક પદાર્થોનું જ વધુ પડતું સેવન કરવામાં આવે છે. તેથી શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે અને તંદુરસ્તી જોખમાય છે. માટે શક્ય હોય તો મહિનામાં ચાર પાંચ આયંબિલ અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રકાર ભગવંતોએ પણ વર્ષમાં બે, ચૈત્ર માસમાં અને આસો માસમાં આયંબિલની નવ દિવસની શાશ્વતી ઓળીની આરાધના બતાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનું પણ રહસ્ય આ જ છે. વળી ચૈત્ર મહિનો અને આસો મહિનો, એ બે ત્રસ્તુઓના સંધિકાળ છે; અને એ સંધિકાળ દરમ્યાન લગભગ બધાંનાં આરોગ્યમાં ફેરફાર થાય છે. આ સમય દરમ્યાન જો આહાર-પાણીમાં પથ્યાપથ્યનો વિવેક રાખવામાં ન આવે તો ક્યારેક બહુ લાંબા સમયની બીમારીનો ભોગ બનવું પડે છે. અને આયુર્વેદમાં કહ્યું છે કે,
वैद्यानां शारदी माता, पिता तु कुसुमाकरः । | (વૈદરાજ માટે શરદઋતુ માતા સમાન છે; અને વસંત તુ પિતા સમાન છે.) કારણ કે આ બે ત્રતુઓ દરમ્યાન જ લોકોનું આરોગ્ય બગડે છે; અને ડૉક્ટર, વૈદ્યોને સારી એવી કમાણી થાય છે. માટે શક્ય હોય તો નવપદની ચેત્રી તેમજ આસો માસની બંને ઓળી કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org