________________
તપથી થતા લાભો અને તેનું રહસ્યઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ
જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા દે છે.
તપની વાત કરીએ તો બિયાસણાં એટલે કે દિવસ દરમ્યાન બે ટંક ભોજન લેવું, તેને સામાન્ય રીતે તપ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. આમ છતાં વ્યવહારમાં, બિયાસણાને તપ ગણવામાં આવે છે. બિયાસણું કરવાથી ખાન-પાનની અનિયમિતતા અને અપક્ષ, અયોગ્ય આહારનો ત્યાગ થાય છે. કારણ કે બિયાસણમાં દિવસમાં ફક્ત બે વખત એકીબેઠકે ભોજન કરવામાં આવે છે અને તેમાં રાત્રિભોજનનો તથા રાતે પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે, અને દિવસના ભાગમાં પણ ભોજન કરતી વખતે અને તે સિવાયના સમયમાં ઉકાળેલા પાણીનો જ પીવામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે આરોગ્યની દૃષ્ટિએ પાણીમાં રહેલ જીવજંતુ દ્વારા ફેલાતા કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી નથી.
255
એકાસણું એટલે દિવસમાં ફક્ત એક જ વખત એકીબેઠકે જમી લેવું. તે પહેલાં કે તે પછી દિવસના ભાગમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાનું હોતું નથી. આજના જમાનામાં ચોવીસે ક્લાક, તમાકુ અને મસાલા ખાનાર નવી પેઢી માટે આ વાત અઘરી લાગે છે. પરંતુ નિયમિત/વ્યવસ્થિત જીવન જીવતા શ્રાવક વર્ગ માટે તે જરાય અઘરું નથી. દિવસમાં ફક્ત એક વખત નિયમિત રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમ્યાન સંપૂર્ણ આરામ મળે છે અને તેથી તે તે યંત્રોને ચલાવવા માટે લોહી તથા ઑક્સિજનની જરૂરિયાત પણ ઓછી પડે છે. પરિણામે હૃદય અને ફેફસાં ૫૨ વધુ પડતા કામનો બોજ આવતો નથી અને તેથી સંપૂર્ણ શરીરને સારી રીતે આરામ મળતાં સવારનાં કાર્યોમાં અજબની સ્ફૂર્તિ અનુભવાય છે. વળી દિવસ દરમ્યાન માનસિક, બૌદ્ધિક કે શારીરિક પરિશ્રમ પણ સારો એવો થયો હોવાથી શરીરને, ઉપર જણાવ્યું તેમ આરામની આવશ્યક્તા રહે છે. એકાસણા, બિયાસણામાં આહાર પણ સૌ પોતપોતાની રુચિ પ્રમાણે પરંતુ જૈનધર્મગ્રંથોમાં વર્ણવેલા અભક્ષ્ય, અનંતકાય અને અપથ્યનો ત્યાગ કરવા પૂર્વક લે છે. તેથી મનુષ્ય અભક્ષ્ય, અપથ્ય કે તામસિક પ્રકારના આહારથી પેદા થતી વિકૃતિઓનો ભોગ બનતા અટકી જાય છે.
આહારના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક, તપ દરમ્યાન કરવામાં આવતા એકાસણા, બિયાસણામાં ખાસ કરીને પ્રમાણસર એટલે કે વધુ પડતો નહિ એવો સાત્ત્વિક આહાર જ કરવો જોઈએ. ક્યાંક, ક્યારેક જીભડીના સ્વાદ ખાતર રાજસિક આહાર પણ થાય છે. પરંતુ તામસિક આહાર ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન કરનાર અથવા પોષક, ઉદ્દીપક હોવાથી તેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ; અને જૈનધર્મશાસ્ત્રોમાં વર્ણવેલાં નીતિનિયમો પ્રમાણે વર્તના૨ તામસિક આહારનો ત્યાગ સરળતાપૂર્વક, સાહજિકપણે કરી શકે છે. પરિણામે તેના આરોગ્યમાં કોઈપણ જાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org