Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
251
શું બ્રહ્મચર્યપાલન કઠિન છે ? એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
બ્રહ્મચર્યના પાલન માટે અતિસ્નિગ્ધ, પૌષ્ટિક કે તામસિક/ઉત્તેજક આહારનો ત્યાગ કરવો જોઈએ. આહાર એ સજીવ માત્ર માટે જીવન જરૂરી શક્તિનો મહત્ત્વનો સ્ત્રોત છે. સામાન્ય રીતે સાધુએ દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ તથા પકવાન/મિષ્ટાન્ન વાપરવાના હોતા નથી. આ છયે જાતના પદાર્થોને જૈન શાસ્ત્રકારોએ વિગઈ અર્થાત્ વિકૃતિ કહ્યાં છે કારણ કે તે શરીરમાં વિકાર ઉત્પન્ન કરવામાં સમર્થ છે. પરંતુ જે સાધુ નિરંતર સાધના, અભ્યાસ, ચિંતન-મનનમાં પ્રવૃત્ત હોય અને તેમાંય ખાસ કરીને અધ્યયન અને અધ્યાપનની વધુ પડતી પ્રવૃત્તિ કરનાર અને શારીરિક રીતે દુર્બળ સાધુને ઉપર્યુક્ત છે એ પ્રકારની વિગઈમાંથી કોઈ પણ વિગઈ ગુરુની આજ્ઞા પ્રમાણે લેવાનો અધિકાર શાસ્ત્રકારોએ આપેલ જ છે. માટે શરીરને જોઈતી શક્તિ મેળવવા જ આહાર કરવાનો છે, અને જો શરીરને આવશ્યક શક્તિ કરતાં વધુ શક્તિ મળે તો પણ તે વિકૃતિ/વિકાર પેદા કરે છે. તેથી બ્રહ્મચર્યના પાલન માટે અનાવશ્યક અતિસ્નિગ્ધ કે પૌષ્ટિક આહાર ન લેવો.
તે જ રીતે લખોસુકો અર્થાત્ દૂધ, દહીં, ઘી, તેલ ગોળ, પક્વાન સિવાયનો આહાર પણ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાં જડતા અને વિકાર પેદા કરે છે. માટે, તેવો રૂક્ષ આહાર પણ પરિમિત/મર્યાદિત પ્રમાણમાં લેવો જોઈએ.
વીર્ય એ શક્તિ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થનાર વીર્યને જો નકામું વેડફાઈ જતું અટકાવવામાં આવે તો, તેનું ઊર્ધીકરણ થાય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો આપણા શરીરમાં જ એવી કુદરતી ગોઠવણ છે કે વીર્ય સ્વયં, પુનઃ લોહીમાં ભળી જઈ શોષાઈ જઈ, મગજ સુધી પહોંચે છે અને તેના પરિણામે બુદ્ધિ/મેધા ! યાદશક્તિનો ઝડપી વિકાસ થાય છે. અધ્યાત્મની પરિભાષામાં આને ચેતનાશક્તિનું ઊર્ધ્વરોહણ કહી શકાય.
કેશ, રોમ, નખ સમારવા અને સ્નાન, વિલેપન કરવાનું પણ બ્રહ્મચારી વ્યક્તિઓ માટે નિષિદ્ધ છે. કારણ કે સ્વાભાવિક રીતે બ્રહ્મચારીઓનું વ્યક્તિત્વ તેજસ્વી, ઓજસ્વી જ હોય છે. તેઓના માટે બ્રહ્મચર્ય જ સ્નાન સ્વરૂપ હોય છે અને શિયળરૂપી સુગંધ હોય છે, માટે તેઓને સ્નાન-વિલેપનની જરૂર નથી. જો તેઓ સ્નાનાવિલેપન કરે તો અધિક દેદીપ્યમાન બને અને તો અન્ય વ્યક્તિઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. પરિણામે, ક્યારેક અશુભ વિચાર દ્વારા સામી વ્યક્તિઓનું ચુંબકીયક્ષેત્ર અર્થાત્ મન મલિન બને છે. એ મલિન બનેલ ચુંબકીયક્ષેત્રવાળી વ્યક્તિના સંપર્કમાં આવતા, કદાચ સંયમી જીવનું પણ ચુંબકીય ક્ષેત્ર મલિન બનતાં વાર લાગતી નથી. માટે બ્રહ્મચારીએ શરીરને શણગારવું નહિ કે સ્નાન, વિલેપન પણ કરવા નહિ.
આ નવ પ્રકારના નિયમોનું જેઓ ચુસ્તપણે પાલન કરે છે, તેમના માટે શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org