________________
શું બ્રહ્મચર્યપાલન કઠિન છે ? એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
249
આવે છે. તે જ રીતે સ્ત્રી કે પુરુષના શરીરમાંથી પણ સૂક્ષ્મ પુદ્ગલો તેમના ઊઠ્યા પછી પણ પડેલા જ હોય છે. એ પુદ્ગલોની કોઈ ખરાબ અસર આપણા ચિત્તતંત્ર ઉપર ન પડે અને આપણું ચિત્ત મલિન વિચાર યુક્ત ન થાય તેટલા માટે જ આ નિયમનો બ્રહ્મચર્યની નવ વાડમાં સમાવેશ કરેલ છે.
બ્રહ્મચર્યની પાંચમી વાડમાં, જ્યાં ભીંત વગેરેના આંતરે રહેલ સ્ત્રી-પુરુષની કામક્રીડાના શબ્દો સંભળાય તેવા ‘કુચત્તર’નો ત્યાગ કરવાનું અને છઠ્ઠી વાડ તરીકે પૂર્વે ગૃહસ્થાવાસમાં કરેલ કામક્રીડાના સ્મરણનો ત્યાગ કરવાનું વિધાન છે.
ઉપર્યુક્ત બંને પ્રકારનાં કાર્યથી મનુષ્યનું જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર વિકૃત બને છે. વસ્તુતઃ આપણા મનનાં શુભ કે અશુભ, સારાં કે નરસાં પરિણામો/વિચારો જ આપણા જૈવિક ચુંબકીય ક્ષેત્રને સારું કે ખરાબ કરે છે.
આમ તો, પોલાદ જેવી ધાતુમાંથી વીજળી પસાર કરવામાં આવે છે, ત્યારે તે પણ ચુંબક બને છે. તેને અને કુદરતી લોબચુંબક(magnet)ને પણ પોતપોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે જ, પરંતુ મનુષ્યનાં અર્થાત્ સજીવ પ્રાણીનાં વીજચુંબકીયક્ષેત્રની વિશિષ્ટતા એ છે કે તેઓ પોતાના વીજચુંબકીયક્ષેત્રને, અમીબા (નામના એક કોષી પ્રાણી)ના ખોટા પગની માફક, પોતે ધારે તે દિશામાં, ધારે તેટલે દૂર સુધી ફેલાવી શકે છે અને ટૂંકાવી પણ શકે છે. હકીકતમાં જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે જેમ મન, પુદ્ગલો અર્થાત સૂક્ષ્મ પરમાણુઓનું બનેલ છે તેમ આ ચુંબકીયક્ષેત્ર, મન દ્વારા ઉત્સર્જિત કરાતા મનોવર્ગણાના સૂક્ષ્મ પરમાણુઓથી વ્યાપ્ત હોય છે, એટલે જ્યારે મનુષ્ય કોઈ પણ એક દિશામાં રહેલ ચીજ કે વ્યક્તિને લક્ષ્ય બનાવી વિચાર કરે છે, ત્યારે તે ચીજ કે વ્યક્તિ સુધી તેનું ચુંબકીયક્ષેત્ર વિસ્તાર પામે છે. અલબત્ત, ગાણિતિક રીતે તો કોઈ પણ જાતના સજીવ કે નિર્જીવ પદાર્થનું ચુંબકીયક્ષેત્ર અનન્ત વિસ્તાર સુધી વિસ્તરેલ હોય છે, પરંતુ બહુ દૂરના પદાર્થ ઉપર તેની કોઈ ખાસ અસર થતી નથી.
એટલે જ્યારે કોઈ પુરુષ, કોઈ પણ સ્ત્રી અંગે વિષયાભિલાષી વિચાર કરે છે, ત્યારે તેનું મન, તે સ્ત્રીના મનને આકર્ષે છે અને માનસિક વિચાર દ્વારા, પરસ્પરના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતાં, બંને વચ્ચે માનસિક સંયોગ થાય છે અને જૈવિક ચુંબકીય વીજપ્રવાહનું ચક્ર પૂરું થતાં, અજાણતાં, અજ્ઞાત રીતે અદૃશ્ય અનાચાર સેવન થઈ જાય છે અને બ્રહ્મચર્યવ્રતનું માનસિક ખંડન થાય છે.
વીજળી એ ઊર્જા છે, શક્તિ છે. બેટરીમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેને ધન (+ ve) અને ૠણ (-ve), એ બે ધ્રુવો હોય છે. આ બે ધ્રુવોની વચ્ચે રાસાયણિક પદાર્થ રહેલો હોય છે. તેમાં આ ઊર્જાનો સંગ્રહ હોય છે. પરંતુ જ્યાં સુધી ધન ધ્રુવ અને ઋણ ધ્રુવનું જોડાણ ક૨વામાં આવતું નથી, ત્યાં સુધી તે શક્તિ વપરાતી નથી. અને જેવું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org