Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
247
શું બ્રહ્મચર્યપાલનકઠિન છે ? એક વૈજ્ઞાનિક વિશ્લેષણ તેમાં તેનો મહિમા બતાવ્યો છે.
ઉપર બતાવેલી બ્રહ્મચર્યની નવ વાડ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. તેનું વૈજ્ઞાનિકવિશ્લેષણ આ પ્રમાણે આપી શકાય.
બ્રહ્મચર્યની પ્રથમ વાડ અનુસાર સાધુએ સ્ત્રી, નપુંસક અને તિર્યંચ/પશુથી રહિત વસતિ અર્થાત્ ઉપાશ્રય વગેરે સ્થાનોએ રહેવાનું છે. આ નિયમ ખૂબ જ અગત્યનો તથા વૈજ્ઞાનિક રહસ્યથી ભરપૂર છે.
દરેક જીવમાં સૂક્ષ્મ પ્રમાણમાં વીજશક્તિ (ઇલેક્ટ્રિસિટી) રહેલી છે. દા. ત., સમુદ્રમાં ઇલેક્ટ્રિક ઈલ' નામની માછલી હોય છે. અને તે સારા એવા પ્રમાણમાં વીજપ્રવાહ પેદા કરે છે. અને જ્યાં વીજશક્તિ હોય છે ત્યાં ચુંબકીય શક્તિ પણ હોય જ. આમ આપણા સૌમાં જૈવિક વીજચુંબકીય શક્તિ છે. તેથી દરેક જીવને પોતાનું જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર પણ હોય છે. આ હકીકત પશ્ચિમના વિજ્ઞાનીઓએ સાબિત કરી આપી છે, અને ચુંબકનો એક સામાન્ય નિયમ છે કે તેમાં સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, તથા અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. પરંતુ જો તે બંને એકબીજાંના ચુંબકીય ક્ષેત્રમાં હોય તો.
પુરુષ અને સ્ત્રીમાં, તેમના જૈવિક વીજચુંબકના ધ્રુવો ઊલટસુલટ છે. તે જ રીતે નપુંસકમાં પણ ચુંબકીય ધ્રુવો હોઈ શકે છે. પરંતુ મારી ધારણા પ્રમાણે તેઓના ચુંબકીય ધ્રુવો ચોક્કસ હોતાં નથી કારણ કે આ ચુંબકીય ધ્રુવોનો આધાર મનના પરિણામ અધ્યવસાય ઉપર હોય છે એટલે નપુંસકના મનના પરિણામ બદલાય ત્યારે તેના ચુંબકીય ધ્રુવોની પણ અદલાબદલી થઈ જાય છે. વળી નપુંસકોમાં જાતીય આવેગનું પ્રમાણ પણ વધુ હોય છે તેથી તેઓની ચુંબકીય શક્તિ તથા ક્ષેત્ર પણ ખૂબ પ્રબળ હોય છે. ટૂંકમાં નપુંસકોમાં એ. સી. (alternate current) વીજપ્રવાહની માફક ધ્રુવોનો ફેરફાર થયા કરતો હોય છે. એટલે જો સાધુ, સ્ત્રી, પશુ, નપુંસક આદિથી યુક્ત વસતિમાં રહે, તો પરસ્પરના ચુંબકીય અસમાન ધ્રુવોનાં આકર્ષણનાં કારણે તેના માટે બ્રહ્મચર્ય પાળવું દુષ્કર બની જાય છે. તેથી સાધુએ, બ્રહ્મચર્યના સંપૂર્ણ પાલન માટે સ્ત્રી, નપુંસક તેમજ તિર્યંચ અર્થાત્ પશુપક્ષીથી રહિત સ્થાનમાં રહેવું આવશ્યક છે.
બ્રહ્મચર્યની બીજી વાડ અર્થાત્ નિયમ પ્રમાણે એકલા પુરુષે, એકલી સ્ત્રીઓને ધર્મકથા પણ કહેવી નહિ તથા પુરુષ સ્ત્રી સંબંધી અને સ્ત્રીએ પુરુષ સંબંધી વાતોનો ત્યાગ કરવો.
એકલો પુરુષ, એકલી સ્ત્રીઓની સાથે વાત કરે છે ત્યારે સામાન્ય રીતે સ્ત્રીએ પુરુષની સામે અને પુરુષ સ્ત્રીની સામે જોવું જ પડે છે અને ઉપર જણાવ્યું તેમ સ્ત્રી અને પુરુષમાં જૈવિક વીજચુંબકીય ધ્રુવો ઊલટસુલટ હોવાથી, પરસ્પર સામે હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org