Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શું બ્રહ્મચર્યપાલન કઠિન છે ? એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
245 વિચાર કરવો જોઈએ. એટલે સૌપ્રથમ બ્રહ્મચર્યપાલનથી થતા ફાયદાના વૈજ્ઞાનિક તબીબી દષ્ટિએ થયેલ અભ્યાસને જણાવી, એ માટે પ્રાચીન ઋષિમુનિઓ/મહર્ષિઓએ બતાવેલા ઉપાયોનાં વૈજ્ઞાનિક પાસાંનો વિચાર કરીશું:
આ અંગે રેમન્ડ બર્નાર્ડનું Science of Regeneration' પુસ્તક જોવા જેવું છે. તેમાં તે કહે છે કે મનુષ્યની જાતિયવૃત્તિઓનું સંપૂર્ણ સંચાલન અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ દ્વારા થાય છે. આ અંતઃસ્ત્રાવ ગ્રંથિઓને અંગ્રેજીમાં એન્ડોક્રાઈન ગ્લેન્ડઝ (endocrine glands) કહેવામાં આવે છે. આ અંતઃસાવિ ગ્રંથિઓ જાતિયરસો (સેક્સ હોર્મોન્સ) ઉત્પન્ન કરે છે, અને તેનું અન્ય ગ્રંથિઓ ઉપર પણ પ્રભુત્વ હોય છે. આપણા લોહીમાં રહેલ આ જાતિયરસોની પ્રચુરતાના આધારે આપણું યૌવન ટકી રહે છે. જે દિવસથી અંતસાવિ ગ્રંથિઓ આ જાતિયરસોને ઉત્પન્ન કરવાનું ઓછું કરે છે, તે દિવસથી આપણને વૃદ્ધત્વ અને અશક્તિનો અનુભવ થવા માંડે છે. વીર્ય એ તો અખૂટ શક્તિનો ભંડાર છે. એનું જતનરિક્ષણ કરવાથી મનુષ્ય પોતાની શક્તિઓને તથા યૌવનને ઘણા લાંબા સમય સુધી જાળવી શકે છે.
ફ્રોઈડ પોતે 40 વર્ષની ઉંમરથી બ્રહ્મચર્ય પાળતા હતા. કોઈ પણ દીર્ધાયુષી તથા શારીરિક અને માનસિક બંને રીતે સશક્તસક્ષમ મનુષ્યના જીવનનું રહસ્ય મોટે ભાગે બ્રહ્મચર્યનું પાલન જ હોય છે. જગતની વિખ્યાત પ્રતિભાઓ આઇન્સ્ટાઇન, લિયોનાર્દો દ વિન્ચી, માઈકલ ઍન્જલો, આઈઝેક ન્યૂટન, મોરારજી દેસાઈ વગેરે ગૃહસ્થ હોવા છતાં યુવાનીમાંથી જ બ્રહ્મચર્ય પાળતા હતા. પ્લેટો પણ કહેતો કે રમતવીરો/એથલેટોએ રમતમાં ભાગ લેતાં પહેલાં અમુક સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
બ્રહ્મચર્યનું શારીરિક, માનસિક અને વાચિક એમ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારે પાલન નહિ કરવાથી, પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાંથી સેક્સ હોર્મોન્સ બહાર વહી જાય છે. આ સેક્સ હોર્મોન્સ મોટે ભાગે લેસીથીન, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને આયોડીન જેવા જીવન/શરીર તથા મગજ માટે ખૂબ ઉપયોગી તત્ત્વોનાં બનેલાં હોય છે. છેલ્લાં સંશોધનોએ એમ બતાવ્યું છે કે લેસીથીન નામનું રાસાયણિક તત્ત્વ મગજનો પૌષ્ટિક ખોરાક છે અને ગાંડાઓની હોસ્પિટલોમાં, ગાંડા મનુષ્યોના લોહીના પરીક્ષણોમાં લેસીથીન લગભગ નહિવત્ માત્રામાં જોવા મળ્યું છે. તેઓના પૂર્વજીવનનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના દર્દીઓ પોતાની યુવાનીમાં ઘણા મોટા પ્રમાણમાં અનાચારના રવાડે ચડી ગયેલા હતા. અર્થાત્ અતિશય ભોગ ભોગવવા એ પણ ગૃહસ્થજીવન માટે જોખમકારક છે. ક્યારેક તો એના કારણે જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે છે.
આધુનિક વિજ્ઞાને નવયુવાની પાછી લાવવા, કાયા-કલ્પના પ્રયોગો કરવામાં પાછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org