________________
22
શું બ્રહ્મચર્યપાલન કઠિન છે?
એક વૈજ્ઞાનિક વિશ્લેષણ આજે સમગ્ર વિશ્વમાં, અનાચારથી ફેલાતો “એઈડ્ઝ રોગ ફેલાઈ ચૂક્યો છે, ત્યારે એ રોગથી બચવા માટે એકમાત્ર ઉપાય તરીકે પરિણીત ગૃહસ્થ માટે સ્વદારા સંતોષવિરમણવ્રત અર્થાત્ એક પત્નીત્વ તથા અન્ય વ્યક્તિઓ માટે બ્રહ્મચર્યનું પાલન છે. વળી આજે મનુષ્યને ચારે બાજુથી વિકૃતિઓએ ઘેરી લીધો છે અને વિકૃતિ એ જ સંસ્કૃતિ બની ગઈ છે, ત્યારે બ્રહ્મચર્યનો મહિમા સમજાવવાનું કાર્ય કદાચ બહેરા કાન આગળ બંસરી બજાવવા જેવું છે. આમ છતાં, આજના સમાજનો કેટલોક વર્ગ આ અંગે ગંભીરતાથી શરીર વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારતો થયો છે એ એક શુભ નિશાની છે. આજના સમાજ વિજ્ઞાનની સિદ્ધિઓથી એટલો બધો અંજાઈ ગયો છે કે કોઈ પણ બાબતમાં વિજ્ઞાનના નિષ્કર્ષને અંતિમ સત્ય માનીને તે ચાલે છે. પરંતુ દરેક ક્ષેત્રના વિજ્ઞાનીઓ પોતે કબૂલ કરે છે કે અમે પ્રકૃતિનાં ઘણાં બધાં રહસ્યો ખુલ્લાં કર્યાં છે, પરંતુ એના કરતાં કંઈકગણા રહસ્યો ઉઘાટિત કરવાનાં બાકી છે. એટલે વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ પણ સંશોધનને અંતિમ સત્ય કે નિરપેક્ષ સત્ય તરીકે સ્વીકારવું જોઈએ નહિ.
સામાન્ય રીતે મનુષ્યનો અને પ્રાણી માત્રનો સ્વભાવ છે કે પોતાને અનુકૂળ હોય તેનો સ્વીકાર તે ઝડપથી કરી લે છે. પ્રાણીમાત્રમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા અર્થાત્ ભાવ અનાદિ કાળથી એટલા બધા પ્રબળ બનેલા છે કે આ ચાર ભાવને અનુકૂળ કોઈ પણ વિચારને તે તરત જ સ્વીકારી લે છે અને તેથી જ બ્રહ્મચર્યના મહત્ત્વ અંગેનાં સંશોધનો તારણો જેટલા ઝડપથી અમલી બનતાં નથી, તેનાથી ઘણી વધુ ઝડપે સેક્સોલૉજિસ્ટોના કહેવાતાં સંશોધનો તથા ફ્રોઈડ જેવા માનસશાસ્ત્રીઓનાં સંશોધનો અમલી બને છે. ફ્રોઈડ કહે છે : “ઇચ્છાનું દમન ન કરવું જોઈએ. ઇચ્છાઓનું દમન કરવાથી અનેક વિકૃતિઓ પેદા થાય છે. સ્વાભાવિક ઇચ્છાઓને દબાવવામાં આવે તો તે દમિતવાસનાઓ માણસને વિકૃત બનાવી દે છે, ગાંડો કરી દે છે, આથી તેનું દમન ન કરવું જોઈએ.”
અલબત્ત, આ સંશોધનો સાવ વજૂદ વગરનાં કે પાયા વગરનાં નથી. આમ છતાં, તે ફક્ત સિક્કાની એક જ બાજુ છે. તેઓનાં તારણો/વિધાનોના ઉત્તરાર્ધ આ પ્રમાણે છેઃ બ્રહ્મચર્ય અંગે ફ્રોઈડ ની અંગત માન્યતા પ્રમાણે વીર્ય એ તો મહાન શક્તિ છે. એ શક્તિને કોઈ સારા માર્ગે વાળવી જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરીને માનસિક બૌદ્ધિક તેમજ શારીરિક બળ વધારવું જોઈએ. એટલે સિક્કાની બીજી બાજુનો પણ આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org