Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું વૈજ્ઞાનિક મહત્ત્વ
227 ત્યારે બંનેનો મેળાપ થયો હતો. તે પહેલાં તેઓ 14 વિદ્યાના પારગામી એવા બ્રાહ્મણ પંડિત હતા અને તે યજ્ઞ-યાગાદિ કરાવતા હતા. તેઓને 500 બ્રાહ્મણ શિષ્યોનો પરિવાર હતો. જ્યાં સુધી ઇન્દ્રભૂતિ ગૌતમે, ભગવાન મહાવીરને જોયા નહોતા અને તેઓના આધ્યાત્મિક-વીજચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા નહોતા ત્યાં સુધી તેઓ ભગવાન મહાવીરને પણ વાદ-વિવાદમાં જીતી, પોતાની વિજયપતાકા સમગ્ર વિશ્વમાં લહેરાવવાની ખ્વાહિશ ધરાવતા હતા. પરંતુ, જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા, એ સમવસરણની નજીક આવતાં જ, દર્શન થતાં જ, ભગવાન મહાવીરને જીતવાના તેઓના અરમાનોના ચૂરેચૂરા થઈ જાય છે; અને પોતે જ ભગવાન મહાવીરના ધ્યાનમાં ખોવાઈ જાય છે અને આ રીતે ધ્યાનમૂલં ગુરોસ્મૃત્તિઃ પદ યથાર્થ બને છે.”
કહેવાય છે કે તીર્થંકર પરમાત્મા જ્યારે ધર્મોપદેશ આપતા હોય છે, ત્યારે બારબાર યોજન દૂરથી મનુષ્યો અને પશુ-પક્ષીઓ તેમનો ઉપદેશ સાંભળવા આવે છે. અર્થાત્ તેઓનું વીજચુંબકીયક્ષેત્ર બાર બાર યોજન સુધી વિસ્તરેલું હોય છે.
આજના યુગમાં શારીરિક રોગોને દૂર કરવા જેમ એક્યુપંચર, એક્યુપ્રેશર, રંગચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમ ચુંબકીય પદ્ધતિ(મેગ્નેટોથેરેપી)નો પણ ઉપયોગ થાય છે. આ જ વાત ત્રિલોકગુરુ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની કેવળી અવસ્થાના વર્ણન ઉપરથી ફલિત થાય છે. તેઓનું જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર એટલું પ્રભાવશાળી હતું કે તેઓ જ્યાં જ્યાં વિહાર કરતા તે તે ક્ષેત્રમાં વિહાર દરમ્યાન લોકોના રોગ દૂર થઈ જતા અને વિહાર પછી છ-છ મહિના સુધી કોઈ રોગ થતા નહોતા. કોઈને પરસ્પર વેરભાવ રહેતો નહોતો અને તેઓના પ્રભાવથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સ્વરૂપ દુષ્કાળ પણ પડતો નહોતો. જાણે કે તેઓએ આ બધા ઉપર હિપ્નોટિઝમ (મેરિઝમ) ન કર્યું હોય !
વસ્તુતઃ તીર્થંકરના જીવનના આ બધા અતિશયો (વિશેષ પરિસ્થિતિઓ) કોઈ ચમત્કાર નહોતા, પરંતુ, તેઓના આત્મા ઉપરથી કર્મનાં આવરણો દૂર થવાથી પ્રાદુર્ભાવ પામેલી આત્મશક્તિના ચુંબકીય ક્ષેત્રનો જ પ્રભાવ હતો, એમ નજીકના ભવિષ્યમાં પશ્ચિમના વિજ્ઞાનીઓ સિદ્ધ કરે તો નવાઈ પામવા જેવું નથી. ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીર સ્વામી પાસેથી, આત્માના અસ્તિત્વ વિશેની પોતાની અરૂપી શંકાનો જવાબ મળતાં, તેઓ ભગવાન મહાવીર સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકારી, પોતાનું જીવન ગુરુ ચરણે સમર્પિત કરી પૂજામૂલં ગુરોઃ પાદૌ પદને ચરિતાર્થ કરી બતાવ્યું; અને જ્યારે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયારે ગણધરોને પ્રવજયા (દીક્ષા) આપે છે, ત્યારે ભગવાન પોતે સુગંધી ચૂર્ણ (વાસક્ષેપ), ઈન્દ્ર મહારાજાએ ધરી રાખેલા સુવર્ણથાળમાંથી લઈને અગિયાર ગણધરોના મસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org