Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈન આગમોમાં દિશાશાસ્ત્ર
241
પ્રજ્ઞાપક દિશા ક્ષેત્રદિશા અને વાસ્તવિક દિશાનું નિરૂપણ કરતી વખતે ફક્ત દશ દિશા બતાવવામાં આવી છે. પરંતુ પ્રજ્ઞાપક દિશા જણાવતી વખતે આચારાંગ નિર્યુક્તિકાર 18 દિશાઓ બતાવે છે.
પ્રજ્ઞાપક એટલે દિશા જણાવનાર વ્યક્તિ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ, જેની અપેક્ષાએ દિશાની સ્થાપના કરવાની હોય તે વ્યક્તિ જે દિશા સામે મુખ રાખીને બેઠી હોય કે ઊભી હોય, તે દિશા તે વ્યક્તિ માટે પૂર્વ દિશા ગણાય છે. પછી ભલે તે દક્ષિણપશ્ચિમ કે ઉત્તર દિશા હોય એ રીતે તે પ્રજ્ઞાપકની સન્મુખ દિશાને પૂર્વદિશા ગણીએ તો તેની પાછળની દિશા પશ્ચિમ, ડાબી બાજુની દિશા ઉત્તર, જમણી બાજુની દિશા દક્ષિણ ગણાય છે. આ ચાર મહાદિશાઓની વચ્ચેની દિશાઓ વિદિશાઓ ગણાય છે. આ રીતે આઠ દિશા થાય અને એ આઠ દિશાઓ વચ્ચેની બીજી આઠ પેટા વિદિશાઓ પણ છે. આ સોળ સોળે દિશા-વિદિશાઓ પ્રજ્ઞાપન્ના શરીર જેટલી ઊંચી તથા જાડી જાણવી અને ઊર્ધ્વ-અધો દિશા પ્રજ્ઞાપકના શરીર પ્રમાણ જાડા દંડાકાર જાણવી.
જૈનગ્રંથકારોએ ચાર વિદિશાનાં નામ બંને રીતે જણાવેલ છે. એટલે અંગ્રેજીએ 244cac North-East, East-South, South-West, North-West-il us la 431 પ્રાચીન જ છે. આઠ દિશાઓના નામ આચારાંગ નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ આ રીતે દર્શાવેલ છે. 1.પૂર્વ, 2. પૂર્વ-દક્ષિણ, 3. દક્ષિણ 4. દક્ષિણ-પશ્ચિમ, 5. પશ્ચિમ 6. પશ્ચિમોત્તર, 7. ઉત્તર અને 8 પૂર્વોત્તર. જો કે વાસ્તવિક દિશાનિરૂપણ વખતે તેઓએ પૂર્વદક્ષિણને અગ્નિ, દક્ષિણ-પશ્ચિમને નૈóત્ય, પશ્ચિમોત્તરને વાયવ્ય તથા પૂર્વોત્તરને ઐન્દ્રી (ઈશાન) દિશા તરીકે વર્ણવેલી છે.
ઉપર જણાવેલી આઠ દિશાઓની વચ્ચેની પેટા વિદિશાઓના શ્યામા, ઉત્થાની, કપિલા, ખેલિદ્યા, અધિધર્મા, પરિયાધર્મા, સાવિત્રી, પ્રાજ્ઞવૃત્તિ (પ્રજ્ઞવૃત્તિ) નામો આચારાંગ નિર્યુક્તિકારે જણાવેલ છે. આ આઠ પેટાવિદિશાના નામને પૂર્વ અને ઈશાન વચ્ચેની દિશાથી શરૂ કરવાં કે પૂર્વ અને અગ્નિ વચ્ચેની દિશાથી શરૂ કરવા એની કોઈ સ્પષ્ટતા ટીકાકાર શ્રી શીલાંકાચાર્યજી કરતા નથી. પરંતુ વિદિશા નામની શરૂઆત ઈશાન-વિદિશાથી કરેલ હોવાથી પૂર્વ અને ઈશાન વચ્ચેની દિશાથી નામાભિધાન કરવું ઉચિત જણાય છે.
જૈન આગમોમાં મળતા દિશાશાસ્ત્રના આ ઉલ્લેખો જોઈને સામાન્ય મનુષ્યને પ્રશ્ન ઉપસ્થિત થાય કે જૈનદર્શન આત્મલક્ષી છે, તો તેમાં આ દિશાઓ વર્ણવવાની શી જરૂરિયાત? પણ દરેક મનુષ્યનો આત્મા અનાદિ કાળથી જન્મ મરણ કર્યા કરે છે, તો પૂર્વના ભવમાં એ ક્યાં હશે, કેવી પરિસ્થિતિમાં હશે, તે જણાવવા માટે પણ સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org