Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
232
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો વિરાધનાનું પાપ લાગતું નથી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઉપર જણાવ્યું તેમ આગમિક સાહિત્યમાં ક્યાંય પ્રકાશને તેઉકાયમાં ગણવામાં આવ્યો નથી. મતલબ કે તે સજીવ નથી, તો પ્રકાશને સજીવ માનવાની પરંપરા ક્યાંથી અને કઈ રીતે ઉદ્ભવી તેનો આપણે વિચાર કરવો પડશે. સૌપ્રથમ શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય પરંપરાના ધર્મગ્રંથોમાં સાધુ-શ્રાવક માટેના અતિચાર તેમજ સેનપ્રશ્નમાં આ અંગે ઉલ્લેખ મળે છે. આ બંને પાઠો આ પ્રમાણે છે :
1. વીજ દીવા તણી ઉજેડી હુઈ. 2. (1) પ્રશ્ન : ચોમાસામાં પ્રતિક્રમણ વગેરેમાં વીજળીની ઉજઈ પડે, તો અતિચાર લાગે કે નહિ? ઉત્તરઃ પૂજ્યપાદ શ્રી વિજયદાન સૂરીશ્વરજી તથા પૂ. શ્રીવિજયહરસૂરીશ્વરજી પાસે, શેષનાલમાં અને ચોમાસામાં પ્રતિક્રમણ, યોગનું અનુષ્ઠાન વગેરે ક્રિયામાં વીજળીની ઉજઈ પડે, તો અતિચાર લાગે છે, કાલગ્રહણ ભાંગે છે, એમ સાંભળેલ છે. (4-1-53-8-99)
(2) પ્રશ્ન : ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજઈ લાગે કે નહિ?
ઉત્તર : શરીર ઉપર ચંદ્રનો પ્રકાશ પડતો હોય તો દીવા વગેરેની ઉજઈ લાગતી નથી, પણ ન પડતો હોય તો લાગે છે એમ પરંપરા છે. તેમજ ખરતરકત “સંદેહ દોલાવલી' ગ્રંથમાં પણ તેમ જ કહ્યું છે. (3-1-45-394)
વિક્રમના 14 મા સૈકાની શરૂઆતમાં ખરતરગચ્છીય શ્રીમસ્જિનવલ્લભસૂરિના શિષ્ય શ્રીજિનદત્તસૂરિએ “સંદેહ દોલાવલી' પ્રકરણ રચ્યું છે. આ ગ્રંથ પણ પ્રશ્નોત્તર
સ્વરૂપે જ છે. તેમાં ગાથા- 41 અને ગાથા-42 ની ટીકામાં પણ આ વાતનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને તે સમયથી પ્રકાશને સજીવ માનવાની પરંપરા ચાલુ થઈ હોય તેમ લાગે છે. જો કે “સંદેહ દોલાવલી' પ્રકરણની મૂળ ગાથાઓ ઉપરથી આવો કોઈ અર્થ નીકળતો નથી. પરંતુ વાચનાચાર્ય શ્રી પ્રબોધચન્દ્રમણિએ બનાવેલ બ્રહવૃત્તિમાં આ વિશે વિગતવાર ચર્ચા કરી છે. એ ચર્ચાનો સાર આ પ્રમાણે છેઃ
પ્રતિક્રમણ કરતો મનુષ્ય (સાધુ કે ગૃહસ્થ) વિદ્યુતું પ્રદીપ વગેરેનો બે વાર કે ચાર વાર સ્પર્શ કરે અથવા તો ઘણી વાર (વારંવાર) સ્પર્શ કરે તો તેને આલોચના (પ્રાયશ્ચિત્ત) આવે છે. અહીં વગેરે શબ્દથી પૃથ્વીકાય આદિ અન્ય સચિત દ્રવ્યને પણ લેવાનાં છે. મતલબ કે સામાયિક-પ્રતિક્રમણમાં સચિત્તનો સ્પર્શ કરવો ન જોઈએ. અગ્નિ, દીવો વગેરે પણ સચિત્ત છે માટે તેનો સ્પર્શ કરવો ન જોઈએ “સંદેહ દોલાવલીની આ ગાથામાં વિદ્યુત શબ્દ આવે છે અને તેનો અર્થ - આકાશમાં થતી વીજળી-એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org