Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
231
શું પ્રકાશ સજીવ છે ? અને () ભઠ્ઠામાં રાખમાં ઢંકાયેલ અગ્નિના કણિયા તે મુર્મુર.
આમાં ક્યાંય પ્રકાશને સજીવ બતાવ્યો નથી, પરંતુ પ્રકાશને તથા તેના ઉષ્ણ સ્પર્શને, અગ્નિ સજીવ હોવાના લક્ષણરૂપે દર્શાવેલ છે. આના સંદર્ભમાં આચારાંગ નિર્યુક્તિકાર ખદ્યોત(આગિયા)નું દૃષ્ટાંત આપે છે; અને કહે છે કે જેમ આગિયો (ખદ્યોત) સજીવ હોય છે ત્યારે જ પ્રકાશ આપી શકે છે, પરંતુ મૃત્યુ બાદ તે પ્રકાશ આપી શક્તો નથી એટલે કે તેનું પ્રકાશવું તે તેના ચૈતન્યનું લક્ષણ છે. તે જ રીતે તેઉકાય જ્યારે સજીવ હોય છે ત્યારે પ્રકાશ આપે છે અને જેમ જીવંત પ્રાણી કે મનુષ્યનું શરીર જ ઉષ્ણ હોય છે, પરંતુ મૃત્યુ બાદ તે શરીર ઠંડું પડી જાય છે, તેમ અગ્નિ સજીવ હોવાથી જ ઉષ્ણ સ્પર્શવાળો હોય છે. એટલે કે ઉષ્ણ સ્પર્શ એ તેઉકાય સજીવ હોવાની સાબિતી છે. માટે અગ્નિમાંથી નીકળતા પ્રકાશને સજીવ માનવો ન જોઈએ.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં દશપૂર્વધર સૂત્રકાર શ્રીશäભવસૂરિજી મહારાજ જણાવે છે કે કોઈ પણ સાધુ-સાધ્વીએ અગ્નિ, અંગારો, મુર્ખર, અર્ચિ, જવાળા, અલાત, શુદ્ધ અગ્નિ, વિદ્યુત, ઉલ્કા વગેરેને પટાવવી નહિ એટલે સળગાવવું નહિ, તેમાં ઘી વગેરે ઇંધન વગેરેનું ઉસિંચન કરવું નહિ, તેનો સ્પર્શ કરવો નહિ, બે જુદા જુદા પ્રકારના અગ્નિને ભેગા કરવા નહિ) પવન વગેરે નાખીને પ્રજ્વલિત કરવો નહિ અર્થાત્ વૃદ્ધિ કરવી નહિ અને તે અગ્નિને ઓલવવો પણ નહિ તેમજ આ બધું બીજા પાસે કરાવવું પણ નહિ અને કરતો હોય તેને સારો માનવો પણ નહિ.
મતલબ કે આ બધી ક્રિયા કરનારને તેઉકાયની વિરાધના-હિંસાનું પાપ લાગે છે.
આમાં ક્યાંય એવો નિર્દેશ આવતો નથી કે તેઉકાય દ્વારા ઉત્સર્જિત પ્રકાશ મનુષ્ય(સાધુ-સાધ્વી)ના શરીર ઉપર પડે તો તેઉકાયની વિરાધના થાય છે. વળી અહીં તો અગ્નિ ચાલુ હોય, દીવો ચાલુ હોય તો તેને ઓલવવાનો ઉપદેશ-આદેશ કે પ્રેરણા પણ સાધુ કરી શકે નહિ. મતલબ કે દીવો ચાલુ હોય તો સાધુ-નિમિત્તે તે બંધ પણ ન કરી શકાય. જો દીવાના પ્રકાશમાં જીવ હોત અને તે સાધુ(મનુષ્ય)ના શરીર ઉપર પડવાથી મૃત્યુ પામતા હોત તો સર્વજ્ઞ ભગવંતોએ-શાસ્ત્રોમાં, સાધુઓને અહિંસાના પાલન માટે દીવા વગેરેને ઓલવવાનો ઉપદેશ આપવાની સંપૂર્ણ છૂટ આપી હોત અથવા એવાં સ્થાનોથી દૂર રહેવાનું સ્પષ્ટ વિધાન કર્યું હોત. પરંતુ તેવી છૂટ કે વિધાન નથી તે દર્શાવે છે કે અગ્નિ, જેમાંથી પ્રકાશ તથા ઉષ્ણતા નીકળે છે તે સજીવ છે માટે તેને ઓલવવાથી કે ઓલવવાનો ઉપદેશ આપવાથી પણ તેઉકાયની વિરાધનાનું પાપ લાગે છે. પરંતુ પ્રકાશ સંજીવ ન હોવાથી સાધુ ઉપર પ્રકાશ પડતાં તેને તેઉકાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org