Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
234
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અગ્નિકાય અતિસૂક્ષ્મ હોવાથી તેને જ પ્રભા તરીકે ઓળખવામાં આવે છે.
વાચનાચાર્ય શ્રીપ્રબોધચન્દ્રમણિનો આ છેલ્લો જવાબ શ્રીદશવૈકાલિક સૂત્રની હારિભદ્રીય વૃત્તિમાં જણાવેલ જીવાભિગમ સૂત્રના પાઠથી સાવ વિરુદ્ધ છે. યાકિની મહત્તરાસનું શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે સ્પષ્ટરૂપે અગ્નિના જીવોને પાણીના (અષ્કાયના) જીવો કરતાં પણ બાદર બતાવ્યા છે, સ્થૂલ કહ્યા છે. ત્યારે પાણી કરતાં વાયુકાયના જીવોનાં શરીર સૂક્ષ્મ છે અને તેનાં કરતાં ઘણા સૂક્ષ્મ એવા આ પ્રકાશના કણોને અગ્નિકાય કઈ રીતે માનવા ? એ એક મહત્ત્વનો વિચારણીય પ્રશ્ન છે.
પુદ્ગલ દ્રવ્યનું બીજું એક વર્ગીકરણ વણાઓના રૂપમાં છે. વર્ગણાઓના મુખ્ય આઠ ભેદ છે 1.ઔદારિક2. વૈક્રિય, 3. આહારક,4. તૈજસ્ 5. ભાષા, 6. શ્વાસોચ્છવાસ 7. મનોવર્ગણા, 8. કાર્પણ. દેવ અને નારકના જીવો સિવાયના પ્રત્યેક જીવનું ભવધારણીય શરીર ઔદારિક વર્ગણાના પુદ્ગલ-સ્કંધોમાંથી બનેલું હોય છે. દેવ અને નારકના શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલ-સ્કંધોમાંથી બને છે.
આહારક લબ્ધિવાળા, ચૌદ પૂર્વધર સાધુ-મુનિરાજ જ આહારક શરીર બનાવવામાં આહારક વર્ગણાના પુગલ-સ્કંધોનો ઉપયોગ કરે છે. પ્રત્યેક સંસારી આત્મા હંમેશને માટે તૈજસુ અને કાશ્મણ રૂપ સૂક્ષ્મ શરીરથી યુક્ત હોય છે. ભાષા વર્ગણાથી અવાજ પેદા થાય છે. શ્વાસોચ્છવાસ વર્ગણાનો ઉપયોગ શ્વાસ લેવામાં થાય છે. મનના નિર્માણમાં અને વિચાર કરવામાં મનોવર્ગણાનો ઉપયોગ થાય છે.
દશવૈકાલિકસૂત્રમાં બતાવેલ પુદ્ગલ દ્રવ્યના વર્ગીકરણની બાદરસૂક્ષ્મ, બાદર અને બાદર બાદર શ્રેણીઓનો સમાવેશ ઔદારિક વર્ગણામાં થાય છે.
જો આપણે પ્રકાશને સજીવ માનીએ તો તેનો સમાવેશ બાદર બાદર શ્રેણીમાં કરવો પડશે. પરંતુ વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે તેમ પ્રકાશના કણ અત્યંત સૂક્ષ્મ છે તેથી તેનો તૈજસ્ વર્ગણામાં સમાવેશ કરવો યોગ્ય જણાય છે અને તૈજસ્ વર્ગણાને બીજી વણાઓની સાથે સૂક્ષ્મવર્ગમાં મૂકતાં, બધું જ બરાબર જણાય છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે ઉપર બતાવેલ આઠેય વર્ગણાઓના પુદ્ગલ સ્કંધો ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મ પરિણામવાળા છે અને અનંતગુણ પરમાણુઓથી બનેલા છે. માટે પ્રકાશ સચિત્ત નથી એમ માનવું તર્કસંગત અને સાચું જણાય છે.
સેનપ્રશ્નમાં કહ્યું છે કે વીજળી કે દીવાનો પ્રકાશ પડે તો ક્રિયા અતિચારવાળી બને છે પરંતુ તે સંપૂર્ણ નિષ્ફળ જતી નથી. આ વાક્યનો મર્મ ખરેખર સમજવા જેવો છે. પ્રથમ તો આ વાત જગદગુરુશ્રીહરસૂરીશ્વરજી મહારાજ પાસે સાંભળેલ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org