Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
[233
શું પ્રકાશ સજીવ છે? લેવાનો છે અને તે સચિત્ત હોય છે પરંતુ સામાયિક-પ્રતિક્રમણ કરતો મનુષ્ય તેને સ્પર્શ કરી શક્તો નથી, તેથી ટીકાકારોએ અને ત્યારપછી અન્ય લોકોએ વિદ્યુત શબ્દથી વીજળીનો પ્રકાશ લીધો છે; અને ત્યારથી કોઈપણ પ્રકારના અગ્નિના પ્રકાશને સચિત્ત માનવાની પરંપરા ઊભી થઈ હોય, તેમ અમારું અનુમાન છે.
બીજી તરફ “સંદેહ દોલાવલી'ના વૃત્તિકાર “ચંદ્રના પ્રકાશમાં દીવાની ઉજઈ લાગે કે નહિ?” એ પ્રશ્નની ચર્ચા કરતાં કહે છે કે ચંદ્રસૂર્ય વગેરેનાં વિમાનોની પ્રભા વડે એટલે કે પ્રકાશ વડે ઉજઈ તો લાગે જ છે પરંતુ તે અપરિહાર્ય છે, ત્યારબાદ તુરત જ આ પ્રશ્નનો બીજો જવાબ એમ આપે છે કે સૂર્યચંદ્રનો પ્રકાશ માત્ર સ્પર્શે છે, પરંતુ તે નિર્જીવ હોવાથી વિરાધનાનો સંભવ નથી.
વળી આગળ તેઓ જાતે જ પંચમાંગ શ્રી ભગવતીજીનો પાઠ આપીને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ સજીવ હોવાની શંકા ઊભી કરે છે. તેનો જવાબ આપતાં તેઓ નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીનાં વચનો ટાંકી કહે છે કે સૂર્યચંદ્ર વગેરેનાં વિમાનોના પ્રકાશનું સકર્મલેશ્યત્વ(સજીવ7) માત્ર ઉપચારથી જ છે. વસ્તુતઃ તે સજીવ નથી. ચંદ્ર, સૂર્ય વગેરેનાં વિમાનોના પુદ્ગલ સ્કંધો પૃથ્વીકાય છે, તેથી તે પુદ્ગલ સ્કંધો સચિત્ત છે પરંતુ તેનો પ્રકાશ અચિત્ત છે. કેટલાક જીવોને, (ચંદ્રમાં) ઉદ્યોતનામ કર્મનો ઉદય હોવાથી તેઓનાં શરીરો દૂર રહ્યાં હોવા છતાં ગરમ નહિ એવો (ઠંડો) પ્રકાશ આપે છે.
જ્યારે કેટલાક જીવોને (સૂર્યમાં) આતપનામ કર્મનો ઉદય છે, તેથી તેઓનાં દૂર રહેલાં અનુષ્ણ એવાં શરીરો પણ ઉષ્ણ(ગરમ) પ્રકાશ આપે છે. તેથી તેઓના પ્રકાશના સ્પર્શમાં વિરાધના થતી નથી.
વળી પાછી અહીં શંકા કરવામાં આવે છે કે જો એમ હોય તો એમ કહો, કે વીજળી, દીવો વગેરેના પ્રકાશના સંબંધમાં પણ વિરાધના થતી નથી, કારણ કે વીજળી, દીવા વગેરેનું અગ્નિકાયશરીર એ તો ઘણું દૂર છે.
આનો જવાબ આપતા “સંદેહ દોલાવલી' ના વૃત્તિકાર કહે છે કે અગ્નિકાયમાં ઉદ્યોત નામકર્મનો ઉદય નથી અને પૃથ્વીકાય નહિ હોવાથી આતપનામકર્મનો પણ ઉદય નથી કારણ કે આગમમાં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયને જ આતપનામકર્મનો ઉદય કહ્યો છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે તો પછી દવા વગેરેનો પ્રકાશ દૂર રહેલી વસ્તુને પણ પ્રકાશિત(ઉદ્યોતિત) કરે છે અને તપાવે પણ છે તે કઈ રીતે?
તેનો જવાબ આપતા વાચનાચાર્ય શ્રી પ્રબોધચન્દ્રગણિ કહે છે કે ઉષ્ણ સ્પર્શના ઉદય વડે અને લોહિતવર્ણ નામકર્મના ઉદય વડે પ્રકાશયુક્ત અગ્નિકાયિક જીવો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે અને અગ્નિકાયને પ્રભા હોતી નથી, પરંતુ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org