Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
236
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો પ્રમાણે પોતાના શરીરમાંથી ચોક્કસ પ્રકારની કંપસંખ્યાવાળા તરંગો બહાર કાઢે છે અને આ તરંગોની તરંગલંબાઈ, કંપસંખ્યા વગેરે તેની માનસિક પરિસ્થિતિઓ(શાંતિ, ભય, ક્રોધ, ઉદ્વેગ, શોક વગેરે) પ્રમાણે બદલાયા કરે છે અને તેના આધારે જ વિજ્ઞાનની ટેલિપથી નામની શાખાનો વિકાસ થયો છે અને પશ્ચિમમાં આ વિષયમાં ખૂબ સંશોધનો થયાં છે અને થાય છે.
આ બધી ચર્ચાનો સાર માત્ર એ જ કે પ્રકાશના સ્વરૂપમાં વીજ ચુંબકીય તરંગો છોડવા અગ્નિકાયના જીવનું લક્ષણ છે, માટે કોઈપણ જાતના પ્રકાશમાં જીવ છે. તેમ માનવું યોગ્ય નથી.
આનો અર્થ કોઈ એમ ન કરે કે હું, સાધુ સમાજને રાત્રે દીવાના પ્રકાશમાં વાંચવા - લખવાની કે બીજી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપું છું અથવા એવી છૂટ મેળવવા માટે મેં આ લેખ લખ્યો છે. વસ્તુતઃ સાધુ-સાધ્વીએ દવાનો ઉપયોગ પોતે તો કરવાનો હોતો નથી જ, પરંતુ બીજા પાસે દીવો કરાવવાની પણ છૂટ નથી અને એથીય આગળ વધીને કોઈ દીવો પ્રગટાવે કે ઓલવે અથવા વીજળીના દીવાની સ્વીચ ચાલુ કરે કે બંધ કરે તો તેને પણ સારો માનવાનો નથી. મતલબ કે તેની અનુમોદના પણ કરવાની હોતી નથી. એ સાથે સાથે, ઉપાશ્રયની આજુબાજુના કોઈક ઘરની અથવા રસ્તા પરના નગરપાલિકાના દીવાના પ્રકાશના સહારે પણ કોઈ કામ કરવાનું હોતું નથી, કારણ કે એમ કરવામાં તેની અનુમોદના થઈ જાય છે. જો કે એ દીવો સાધુ માટે કે સાધુના કહેવાથી કરવામાં આવ્યો નથી, છતાંય તેનો ઉપયોગ કરવાથી અવશ્ય પાપ બંધાય જ છે, તેનો સૌકોઈ સ્વીકાર કરે છે. તેથી આવી છૂટ આપવાનો કે લેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અહીં તો માત્ર જૈન આગમ અને વિજ્ઞાનના આધારે “પ્રકાશ સજીવ છે કે નહિ ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો એક નમ્ર પ્રયત્ન જ કરેલ છે. | (સંદર્ભ ગ્રંથો : દશવૈકાલિક સૂત્ર હરિભદ્રીય વૃત્તિ, તત્ત્વાર્થસૂત્ર ટીકા, ટીકાકાર સિદ્ધસેનગણિ, આચારાંગ ટીકા, ટીકાકાર-શીલાંકાચાર્યજી, સેનપ્રશ્ર, સંદેહ દોલાવલી પ્રકરણ, ટેક્સટુ બુક ઑવ્ ક્વૉન્ટમ મિકેનિક્સ, પી. એમ. મેગ્યુસ, કે. વેંકટેશન)
[સંકલ્પ, શોધ સંશોધન વિશેષાંક, ઑક્ટો., 90] નોંધ: આવશ્યક સૂત્રની ટીકામાં નિર્યુક્તિગતअगणीओ छिंदिज्ज बोहिय खोभाइ दीहडक्को वा । आगारेहिं अभग्गो उसग्गो एवमाईहिं ।। ગાથાની વૃત્તિમાં “માળીગો’ શબ્દ નિર્દિષ્ટ કાઉસગ્નના આગાર વિશે કહ્યું છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org