________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
જૈનધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે પુદ્ગલ દ્રવ્યના મુખ્ય છ પ્રકાર છે ઃ
1. સૂક્ષ્મસૂક્ષ્મ 2. સૂક્ષ્મ, 3. સૂક્ષ્મબાદર, 4. બાદરસૂક્ષ્મ, 5. બાદર, 6. બાદર બાદર.
આના ઉદાહરણ તરીકે દશવૈકાલિક સૂત્રની પ. પૂ યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ વૃત્તિમાં, જીવાભિગમ સૂત્રના આધારે જણાવ્યું છે કે પુદ્ગલ દ્રવ્યના પ્રત્યેક છૂટા છૂટા એક એક પરમાણુ સૂક્ષ્મ સૂક્ષ્મ વિભાગમાં આવે છે. દ્વિપ્રદેશાત્મક પુદ્ગલ-સ્કંધોથી લઈને સૂક્ષ્મપરિણામવાળા અનંત પ્રદેશાત્મક પુદ્ગલ-સ્કંધો સુધીના પુદ્ગલ-સ્કંધો સૂક્ષ્મ વિભાગમાં સમાવાયા છે. જ્યારે ગંધ(સુગંધ અને દુર્ગંધ)ના પુદ્ગલસ્કંધોનો સમાવેશ સૂક્ષ્મ-બાદર વિભાગમાં થાય છે. વાયુકાયના જીવોના શરીરને બાદરસૂક્ષ્મ ગણાવ્યા છે. પાણીના જીવોનાં શરીરને બાદર ગણાવ્યાં છે. જ્યારે અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય વગેરે ત્રસ જીવોના શરીરોને બાદરબાદર બતાવ્યાં છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં શ્રીસિદ્ધસેનગણિએ પણ વાયુકાયને તેઉકાય (અગ્નિ) કરતાં અધિક સૂક્ષ્મ બતાવ્યા છે. આનું કારણ આપતાં તેઓ કહે છે કે તેઉકાય પ્રત્યક્ષ જોઈ શકાય છે જ્યારે વાયુકાય જોઈ શકાતા નથી.
230
બીજી તરફ આધુનિક વિજ્ઞાન સ્પષ્ટરૂપે દર્શાવે છે કે પ્રકાશના કણો, જેને ફોટૉન (photon) કહેવામાં આવે છે, તે ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ છે. જ્યારે વાયુઓ હાઇડ્રોજન, ઑક્સિજન વગેરે તેના કરતાં સ્કૂલ છે. કારણ કે હાઇડ્રોજનના એક અણુમાં એક ઇલેક્ટ્રૉન, એક પ્રોટૉન અને એક ન્યૂટ્રૉન હોય છે. જ્યારે ઑક્સિજનના એક અણુમાં 8 ઇલેકટ્રૉન 8 પ્રોટૉન અને 8 ન્યૂટ્રૉન હોય છે અને વાયુમાં હંમેશાં બબ્બે અણુઓના જોડકાં જ હોય છે. જેને વૈજ્ઞાનિક પરિભાષામાં મોલેક્યુલ (molecule) કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ જોઈએ તો પ્રકાશના કણોનો સમાવેશ તેઉકાય(અગ્નિ)માં કરવો જોઈએ નહિ. પરંતુ પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થ, તેની જ્યોત વગેરેને જ અગ્નિકાય માનવા જોઈએ. એટલે કે વીજળીના દીવામાં જ્યારે વીજળી પસાર કરવામાં આવે અને ટંગસ્ટન ધાતુનો તાર ગરમ થઈ પ્રકાશ આપે છે, ત્યારે તેમાં તેઉકાય (અગ્નિ)ની ઉત્પત્તિ થાય છે, અને તે ગરમ તા૨ને સજીવ કહેવામાં આવે છે. તે જ રીતે સળગતા અંગારા, જ્વાળા, જ્યોત, આકાશમાં થતી વીજળી, રાખમાં ઢંકાયેલ અગ્નિના કણિયા વગેરેને જ તેઉકાય કહેવામાં આવે છે, પરંતુ તેમાંથી નીકળતા પ્રકાશને તેઉકાય કહી શકાય નહિ. આ સંદર્ભમાં આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના, પ્રથમ અધ્યયનના ચતુર્થ ઉદ્દેશાની નિર્યુક્તિમાં બાદર અગ્નિકાયના ફક્ત પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (1) અંગાર – કોલસા વગેરે (2) અગ્નિ (3) જ્વાળા એટલે મૂલથી વિચ્છિન્ન જ્વાળા (4)મૂલ સાથેની જ્વાળા એટલે કે બળતા પદાર્થ સાથે સંલગ્ન જ્વાળા તે અર્ચિ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.