________________
228
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઉપર નાખી આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ દ્વારા પોતાના કેવલજ્ઞાન રૂપી જ્ઞાનના પ્રકાશનો અંશ શિષ્યોમાં પ્રગટાવે છે. એનાથી શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ કહેલા માત્ર ત્રણ વાક્યોઃ (1) ઉપ્પને ઈ વા (2) વિગમે ઈ વા (3) ધુવે ઈ વા (જેને જૈન પરિભાષામાં ત્રિપદી કહેવામાં આવે છે)ના આધારે સંપૂર્ણ દ્વાદશાંગી (બાર અંગ) અને ચૌદ પૂર્વ જેવા મહાન ધર્મગ્રંથોની તેઓ રચના કરે છે. આમ ગુરુના શબ્દસ્વરૂપ ત્રિપદી, મંત્ર સ્વરૂપ બને છે અને એ રીતે મન્નમૂલં ગુરોક્ય પદ ચરિતાર્થ થાય છે. - દીક્ષા પછી લગભગ 30 વર્ષ સુધી ગણધર શ્રીગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની સેવા-સુશ્રુષા, ભક્તિ-વૈયાવચ્ચ કરી અને એના પ્રભાવે શ્રીગૌતમસ્વામીજીમાં વિશિષ્ટ લબ્ધિઓ | શક્તિઓ પ્રગટ થાય છે. જેના કારણે “અનન્તલબ્લિનિધાન' એવું સાર્થક વિશેષણ તેઓના નામની આગળ મૂકવામાં આવે છે. આમ છતાં તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનું કારણ ફક્ત તેઓનો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તરફનો અનુરાગ હતો. એ દૂર કરવા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પોતાના નિર્વાણકાળની રાત્રિએ, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમને પાસેના ગામમાં રહેલ દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલે છે. તે બ્રાહ્મણને પ્રતિબોધ કરી પાછા વળતાં રસ્તામાં જ શ્રીગૌતમસ્વામી, ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણના સમાચારથી આકુળ વ્યાકુળ થાય છે અને એ ગુરુની વિરહવેદનામાંથી વૈરાગ્ય પ્રગટે છે અને ખુદ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રત્યેના રાગનું બંધન તૂટી જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે મોક્ષમૂલ ગુરોઃ કૃપા પદ પણ શ્રીગૌતમસ્વામીજીના જીવનમાં ચરિતાર્થ થાય છે.
ટૂંકમાં, ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું જે મહત્ત્વ દર્શાવાયું છે, તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક સિદ્ધાંતથી ભરપૂર છે, તેમાં લેશમાત્ર શંકા કરવાની જરૂર નથી અને આ લેખ પણ મારા ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વાક્ય અને તેઓની જ કૃપાનું ફળ છે.
નિવનીત - સમર્પણ, ફેબ્રુ, 93]
1. આ ગૌતમસ્વામી, એ બૌદ્ધ સંપ્રદાયના ગૌતમ બુદ્ધ નથી અને ન્યાય-વૈશેષિક દર્શનના ગૌતમ
ઋષિથી પણ ભિન્ન છે. 2. તે સમયના ગૌતમસ્વામીના મનોમંથનનું શબ્દચિત્ર જૈનધર્મગ્રંથો શ્રીકલ્પસૂત્ર ટીકા અને શ્રી
આવશ્યકસૂત્ર ટીકા વગેરેમાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org