Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
226
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો, તેના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. અર્થાત્ એક ચુંબકનો પ્રભાવ તેના ક્ષેત્રમાં આવેલ બીજા ચુંબક અથવા વસ્તુ ઉપર પડે છે. તેમ એક જીવના વિચારોનો પ્રભાવ તેની પાસે આવેલા અન્ય જીવ ઉપર પણ પડે છે. દરેક સજીવ પદાર્થની આસપાસ વીજચુંબકીય ક્ષેત્ર હોય છે. જેને આભામંડળ કહેવામાં આવે છે અને કિલિયન ફોટોગ્રાફીની મદદથી આ આભામંડળની છબીઓ પણ લઈ શકાય છે અને એટલે જ પ્રાચીન ઋષિ મુનિઓએ કહ્યું છે,
चित्रं वटतरोर्मूले, वृद्धाः शिष्या गुरुयुवा ।
गुरोस्तु मौनं व्याख्यानं, शिष्यास्तु छिन्नसंशयाः ॥ (આશ્ચર્ય છે કે વડના વૃક્ષ નીચે બેઠેલા યોગી મુનિઓમાં શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ યુવાન છે અને એના કરતાં મોટું આશ્ચર્ય તો એ છે કે ગુરુનું મૌન એ જ વ્યાખ્યાન છે અને એનાથી જ શિષ્યોના સંશય દૂર થયા છે.)
આ રીતે આધ્યાત્મિક રીતે વિકસિત ગુરુઓના સાંનિધ્યમાત્રથી શિષ્યોનો આત્મિક વિકાસ થાય છે અને તેઓમાં અચિન્ત શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં, ભિન્ન ભિન્ન પદ્ધતિએ ગુરુ શિષ્યોને આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ પણ એક પ્રકારનો શક્તિપાત જ છે. સામાન્ય રીતે આશીર્વાદ લેનાર શિષ્ય આશીર્વાદ આપનાર ગુરુના પગે પડે છે અને તેઓના ચરણકમળ પકડી લે છે અને ત્યારબાદ ગુરુ તેના મસ્તક ઉપર હાથ મૂકે છે અને આશીર્વાદ આપે છે. આ ક્રિયા દરમ્યાન ગુરુના હાથમાંથી નીકળતો વીજપ્રવાહ શિષ્યના મસ્તકમાં થઈ શિષ્યના હાથમાં આવે છે અને તેનો ગુરુના ચરણે સ્પર્શ કરતાં ગુરુના શરીરમાં પ્રવેશ થાય છે. આમ વીજપ્રવાહનું ચક્ર (ઇલેક્ટ્રિક સર્કિટ) પૂરું થતાં, ગુની શક્તિ શિષ્યમાં આવે છે/આવી શકે છે. અન્ય પરંપરામાં ગુરુ શિષ્યનું મસ્તક સૂંઘે છે, ત્યાં પણ આ પ્રમાણે બને છે.
જૈન પરંપરામાં શ્રમણ ભગવાન મહાવીર, જૈનોના ચોવીસમા તીર્થંકર હતા અને તેઓના પ્રથમ શિષ્ય શ્રીગૌતમસ્વામી હતા. બંનેનો ગુરુ-શિષ્ય તરીકેનો સંબંધ પ્રસિદ્ધ છે. જોકે તેઓનું મૂળ નામ ઇન્દ્રભૂતિ છે અને ગૌતમ તેઓનું ગોત્ર છે. આમ છતાં, અત્યારે જેમ મોટા માણસો માત્ર અટકથી ઓળખાય છે, તેમ પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ ગોત્રના નામથી ઓળખાતા હતા, તેથી જૈન પરંપરામાં તેઓ ગણધર શ્રીગૌતમસ્વામીજી તરીકે ઓળખાતા હતા અને અત્યારે પણ એ જ નામથી તેઓની આરાધના કરવામાં આવે છે. જૈનધર્મગ્રંથ કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે, ભગવાન મહાવીરસ્વામીની ઉંમર 42 વર્ષ હતી અને ઇન્દ્રભૂતિ ગૌતમની ઉંમર 50 વર્ષની હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org