________________
19 આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું વૈજ્ઞાનિક મહત્વ
ध्यानमूलं गुरोर्मूत्तिः, पूजामूलं गुरोः पादौ।
मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा || ગુરુની પ્રતિમા અથવા આકૃતિ અર્થાત્ દેહ, એ ધ્યાનનું મૂળ છે.
ગુરુનાં ચરણકમળ અર્થાત્ પગલાં પૂજાનું મૂળ છે. ગુરુનું વાક્ય, આદેશ અર્થાત્ શબ્દો, એ મંત્રનું મૂળ છે અથવા શ્રેષ્ઠ મત્ર છે અને એ ત્રણે (ધ્યાન, પૂજા તથા મ7) વડે પ્રાપ્ત ગુરુની કૃપા/આશીર્વાદ મોક્ષનું પરમ કારણ છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ અન્ય કોઈ પણ પાશ્વાત્ય પરંપરામાં હોવાનું જાણવા મળ્યું નથી. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં મુખ્ય ત્રણ તત્ત્વો છે : દેવ, ગુરુ અને ધર્મ. દેવ અને ગુરુ એક જીવંત વ્યક્તિ સ્વરૂપ છે.
જ્યારે ધર્મ એ ગુણ સ્વરૂપ/ભાવાત્મક છે. દેવ અને ગુરુમાં પાયાનો તફાવત છે કે દેવ, પ્રથમ ગુરુ સ્વરૂપે જ હોય છે. ત્યારબાદ તેઓ દેવદેિવાધિદેવ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એ પરમાત્મ સ્વરૂપ આપણું પરમ ધ્યેય છે. એની તથા ધર્મના ભાવાત્મક સ્વરૂપની ઓળખ આપણને ગુરુ દ્વારા જ થાય છે અને એટલે જ ગુરુ તત્ત્વની મુખ્યતા બતાવતાં કબીરજીએ કહ્યું છે કે :
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિનકો લાગુ પાય;
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. ગુરુએ હજુ સંપૂર્ણ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું નથી, પરંતુ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિના સાચા માર્ગે પ્રયાણ કરી દીધું છે. એ સાચા માર્ગની ઓળખ તથા તેઓનું અનુભવજ્ઞાન દરેક સાધક માટે માર્ગદર્શક બને છે; અને એ માર્ગદર્શક વિના પરમપદની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કારનો અનુભવ પામવાની જરાય શક્યતા હોતી નથી. માટે જ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુની આવશ્યક્તા નહિ બલકે અતિઆવશ્યક્તા બતાવી છે.
એ માટે એક જગ્યાએ કહ્યું છે કે : ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુઓથી વેગળા, રડવડિયા સંસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org