________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ - શબ્દ અર્થાત્ ભાષાવર્ગણાના પરમાણુએકમોની ઝડપ 330 મીટર/સેકન્ડ હોય છે. જ્યારે તૈજસ્ વર્ગણાના પરમાણુ-એકમો એટલે કે વીજચુંબકીય તરંગો (electromagnetic waves), પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાંની ઝડપ 30 કરોડ મીટર/સેકન્ડ હોય છે. એટલે જ ભાષાવર્ગણાના પરમાણુ-એકમોમાં, તૈજસ્ વર્ગણાના પરમાણુ-એકમો કરતાં ઘણા વધુ પ્રમાણમાં પરમાણુ હોવા છતાં તેની શક્તિ ઓછી જણાય છે. જ્યારે મનોવર્ગણાના મનસ્વરૂપે અથવા વિચાર સ્વરૂપે પરિણમેલા પરમાણુ-સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ પરિણામી હોય છે, સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ મનની અથવા વિચારોની પુદ્ગલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શક્તિ પણ અનંત હોય છે / હોઈ શકે છે.
222
આધ્યાત્મિક ઋષિમુનિઓએ જણાવેલ જાપના પ્રકારોમાં પ્રથમ વાચિક અથવા ભાષ્યજાપમાં ભાષા વર્ગણાના પુદ્ગલ/પરમાણુ-સમૂહ-એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ ખૂબ જ ઓછી હોવાથી તેની આવૃત્તિ (કંપ સંખ્યા) (frequency)ઘણી ઓછી હોય છે. તે કારણે તેની શક્તિ પણ થોડી જ હોય છે. તેથી તે રીતે કરેલ જાપમાં, જે તે મંત્રના અધિષ્ઠાયક દેવ સુધી તેની અસર/સંદેશો પહોંચતાં વાર લાગે છે એટલું જ નહિ પણ તેની તીવ્રતા પણ ખૂબ જ ઓછી હોય છે.
જ્યારે બીજા પ્રકા૨ના ઉપાંશુ જાપમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલ સમૂહ એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ પણ 330 મીટર/સેકન્ડ હોય છે તેના દ્વારા જાપના અશ્રાવ્ય ધ્વનિતરંગો પેદા થાય છે. સામાન્ય રીતે આપણા કાન અમુક જ આવૃત્તિ (frequency) સુધીના ધ્વનિ-તરંગો સાંભળી શકે છે, તેનાથી વધુ આવૃત્તિવાળા ધ્વનિતરંગો આપણા કાન માટે અગ્રાહ્ય બને છે. તેથી ઉપાંશુ જાપમાં પેદા થયેલ ઊંચી કંપસંખ્યાવાળા અશ્રાવ્ય ધ્વનિતરંગો(ultrasonic waves)માં સારી એવી શક્તિ હોય છે.° તેથી ભાષ્ય જાપ કરતાં ઉપાંશુ જાપને સારો કહ્યો છે.
સૌથી શ્રેષ્ઠ માનસ જાપ છે કારણ કે આ જાપમાં માત્ર મનોવર્ગણાના પરમાણુસમૂહ એકમોનો ઉપયોગ થાય છે અને તેમાં પરમાણુઓની સંખ્યા વધુ હોય છે અને તેનો વેગ પણ સૌથી વધુ હોય છે એટલે માનસ જાપ દ્વારા ઉત્પન્ન થયેલ તરંગો સૌથી વધુ કંપસંખ્યાવાળા હોવાથી તેની શક્તિ પણ અચિત્ત્વ હોય છે. આ માનસ જાપના તરંગો, તેજસ્ વર્ગણાના વીજચુંબકીય તરંગો કરતાં પણ ઘણા વધુ વેગવાળા તથા ઘણા વધુ પ્રમાણમાં પરમાણુઓવાળા હોવાથી તેમાં અનંત શક્તિ રહેલી છે. આથી ત્રણે પ્રકારના જાપમાં માનસ જાપને શ્રેષ્ઠ બતાવ્યો છે અને આ જાપને અજપાજાપ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org