Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
225
આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું વૈજ્ઞાનિક મહત્ત્વ
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ ગુરુનું આટલું બધું મહત્ત્વ અકારણ/નિષ્કારણ બતાવ્યું નથી. તેઓ ખૂબ જ્ઞાની હતા અને સાથે સાથે અનુભવજ્ઞાન પણ તેઓને હતું. તેઓએ જે કાંઈ પ્રાપ્ત કર્યું હતું. તે માત્ર ગુરુની કૃપા-આશીર્વાદથી જ પ્રાપ્ત કર્યુ હતું અને એ સાથે જેઓએ ગુરુઓના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યા, તેઓ મહાસમર્થ અને વિદ્વાન હોવા છતાં સંસારમાં રખડ્યા છે, રડવડ્યા છે, એ તેઓએ પ્રત્યક્ષ અનુભવ્યું છે, જોયું છે, તેથી તેઓએ ગુરુઓનું જે મહત્ત્વ બતાવ્યું છે તે સત્ય છે અને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ તે યોગ્ય છે.
દરેક જીવંત પ્રાણી, પછી તે સ્થળ હોય કે સૂક્ષ્મ તે દરેકમાં એક પ્રકારની શક્તિ હોય છે, જેને આધ્યાત્મિક પરિભાષામાં આત્મશક્તિ કહી શકાય. જ્યારે વૈજ્ઞાનિક પરિભાષામાં તેને વીજચુંબકીય શક્તિ કહી શકાય. એ સજીવ પદાર્થની વીજચુંબકીય શક્તિની તીવ્રતાનો આધાર આત્માના વિકાસ ઉપર રહેલો છે. જેટલો આત્માનો વિકાસ વધુ તેટલી તેની શક્તિનો ઉઘાડ વધુ. અહીં વિકાસ એટલે આધ્યાત્મિક વિકાસ અર્થ લેવો.
‘ન્યૂ સાયન્ટિસ્ટ' નામના વિજ્ઞાનના મેગેઝિનમાં અમુક પ્રયોગોના અહેવાલ પ્રગટ થયા છે, તે મુજબ માનવીમાં પણ આવો મેગ્નેટિક કંપાસ અર્થાત્ ચુંબકીય હોકાયંત્ર છે, અર્થાત્ આપણે પણ આપણી જાણ વગર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવી શકીએ છીએ.
જેઓએ વિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ કર્યો હશે, તેઓને ખબર હશે કે લોહચુંબકmagnet)ની આસપાસ, તેનું પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર (magnetic field) હોય છે અને તે ચુંબકીય રેખાઓ દ્વારા દર્શાવાય છે. જોકે આ ચુંબકીય ક્ષેત્ર અદશ્ય હોય છે, છતાં ટેબલ ઉપર મૂકેલા એક મોટા કાગળ ઉપર એક લોહચુંબક મૂકી, તેની આસપાસ લોખંડની ઝીણી ભૂકી ખૂબ ઓછા પ્રમાણમાં ફેલાવી દો, ત્યારબાદ તે ટેબલને આંગળી વડે થપકારતા, તે લોખંડની ભૂકી આપોઆપ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય રેખાઓના સ્વરમાં ગોઠવાઈ જાય છે. આ ચુંબકીય ક્ષેત્રમાં જો લોખંડ આવે તો તેને તે લોહચુંબક આકર્ષે છે, જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારે વારંવાર ફેરફાર કરવામાં આવે, તો વીજપ્રવાહ (electric current) ઉત્પન્ન થાય છે અને આ વીજપ્રવાહ ધાતુના તાર વગેરેમાંથી પસાર કરીએ તો તેમાં ચુંબકીય શક્તિ પેદા થાય છે. આમ, વીજશક્તિ અને ચુંબકીય શક્તિ પરસ્પર આધારિત છે. બંને શક્તિ ભેગી થઈ વીજચુંબકીય શક્તિ બને છે. તેવા જ પ્રકારની બલકે તેનાથી વધુ સૂક્ષ્મ અને વધુ શક્તિશાળી શક્તિ, સજીવ પદાર્થમાં હોય છે. સ્થૂલ વીજચુંબકીય શક્તિ અને ક્ષેત્રના નિયમો, જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર અને શક્તિને પણ લાગુ પડે છે. જેમાં એક ચુંબકને બીજા ચુંબકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org