Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
20
શું પ્રકાશ સજીવ છે? વિશ્વવત્સલ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને થયે આજે 2500-2500 વર્ષ થયાં, છતાં તેમનું શાસન આજે પણ જયવંતુ વર્તે છે. એમણે કેવળજ્ઞાનથી આ ભૌતિક જગતનું જ સ્વરૂપ જોયું, તેને પોતાની ધર્મદેશનામાં બરાબર સમજાવ્યું છે; અને આજે પણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સિદ્ધાંતો વિજ્ઞાનની કસોટીમાંથી પાર પડી રહ્યા છે.
જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં, જૈનધર્મગ્રંથોનું અનુપમ યોગદાન છે જ, એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. જૈનદાર્શનિક પરંપરા પ્રમાણે, પ્રાણીઓ અને વનસ્પતિ સિવાય પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં પણ જીવ છે. આ બધામાં માત્ર તર્કના આધારે નહિ પરંતુ પ્રાયોગિક ધોરણે, વૈજ્ઞાનિક પદ્ધતિએ જીવતત્ત્વની સિદ્ધિ કરવાની આજે અત્યંત આવશ્યક્તા છે. આજના સમયની આ તાકીદની માંગ છે. એ માંગને સંતોષવાની જવાબદારી આપણા સૌની છે.
જૈન સમાજમાં અને તેમાંય ખાસ કરીને સાધુ સમાજમાં પ્રકાશ” (ight) વિશે પાછલા કેટલાક સૈકાઓથી, કેટલીક ભ્રામક વાતો પ્રચલિત છે. આ પ્રચલિત માન્યતાઓને, શાસ્ત્રનું પ્રબળ-સબળ સમર્થન પણ નથી. સામાન્ય રીતે જૈન ઉપાશ્રય અને સ્થાનકોમાં દીવા હોતા નથી અને જૈન સાધુ સમાજ દીવાનો ઉપયોગ કરતો નથી કારણ કે સાધુ સમાજ માટે અહિંસાનું પાલન અત્યંત આવશ્યક છે અને જૈનદાર્શનિક માન્યતા પ્રમાણે અગ્નિમાં પણ જીવ છે.
અત્યારે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાધુ સમાજમાં એવો વ્યવહાર છે કે રાત્રે દીવાનો પ્રકાશ હોય તો તેમાં થઈ જ્યારે પણ જવું હોય ત્યારે ગરમ કાંબળી ઓઢીને જવું. આ પરંપરા-પ્રથા કે વ્યવહારનું કારણ પૂછતાં એમ જણાવાય છે કે પ્રકાશ એ, તેઉકાય છે અને તે આપણા શરીર ઉપર પડતાં જ મૃત્યુ પામે છે. આથી ઈલેક્ટ્રિક દીવા, મીણબત્તી, ઘી, તેલ, કેરોસિન વગેરેના દીવાનો પ્રકાશ આપણા શરીર ઉપર ન પડે માટે ગરમ કાંબળી ઓઢવી જોઈએ. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેના પ્રકાશને નિર્જીવ માનવામાં આવે છે.
બીજી બાજુ વિજ્ઞાનમાં અત્યારે ભરપૂર સંશોધનો થાય છે અને એ સંશોધનોના આધારે કેટલાક લોકો વીજળીના દીવા, ઘી, તેલ, કેરોસિન વગેરેના દીવાના પ્રકાશને નિઝર્વ માનવા પ્રેરાય છે. તો વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો જૈન ધર્મશાસ્ત્રોના આધારે કાંઈક વિચાર કરવો અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org