Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
42
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ધ્વનિમાં ઉપયોગમાં આવતા પરમાણુ-એકમોની ગતિ પ્રકાશની ગતિ કરતાં 11 x 10 ગણી જેટલી ઓછી હોવાથી તે વર્ગણાના પરમાણુ-એકમો સૂક્ષ્મ હોવા છતાં પોતાના માર્ગમાં આવતા અવરોધને અથડાઈ પાછા પડે છે અને જેને અથડાયા હોય તેને ગતિ આપી ભાષા(શબ્દ) તરીકે પરિણાવે છે. હવે આ જ ધ્વનિ-પરમાણુએકમોની ઝડપ વીજચુંબકીયબળ વડે જ્યારે પ્રકાશની ઝડપ જેટલી થાય છે ત્યારે તે પણ સુરેખ પંક્તિએ જ ગતિ કરે છે.
આ બધી વૈજ્ઞાનિક હકીકતો અને જૈનગ્રંથોમાં આવતા ભૌતિકશાસ્ત્રની ચર્ચાના આધારે આપણે એમ કહી શકીએ કે સમગ્ર બ્રહ્માંડમાં, સૂક્ષ્મ કણોનું જ પ્રભુત્વ છે; અને એ સૂક્ષ્મ કણો પોતાના કણ સ્વરૂપનો નાશ કર્યા સિવાય તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે. પરંતુ ફીટજોફ કેપ્રા(Fitjof Capra)ના કથન પ્રમાણે તેઓના કણ સ્વરૂપનો નાશ થઈને તરંગ સ્વરૂપ પેદા થતું નથી અથવા તરંગ સ્વરૂપનો નાશ થઈને કણ સ્વરૂપ અસ્તિત્વમાં આવતું નથી. ટૂંકમાં, સ્થિર અવસ્થામાં કણો કણ સ્વરૂપે હોય છે, પણ જયારે તે ગતિમાન અવસ્થામાં હોય છે ત્યારે તે તરંગ સ્વરૂપે અનુભવી શકાય છે પરંતુ કણોનું તરંગ સ્વરૂપ ક્યારેય જોઈ શકાતું નથી.
પ્રાન્ત આ વિષયમાં વધુ સંશોધન કરી, આજની વૈજ્ઞાનિક પદ્ધતિએ ગાણિતિક સમીકરણો દ્વારા ભારતીય પ્રાચીન ગ્રંથોના રહસ્ય જગત સમક્ષ રજૂ કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આ લેખની સમાપ્તિ કરું છું.
કા. વ. 10, 2043 તા. 27-11-86
ભાવનગ૨.
1. વિજ્ઞાનમાં તરંગો બે પ્રકારના બતાવ્યા છે : યાંત્રિક (mechanical) તરંગો અને અયાંત્રિક (nonmechanical) તરંગો : (1) સ્થિતિસ્થાપક માધ્યમમાં પ્રસરતા તરંગોને યાંત્રિક તરંગ કહે છે. દા.ત, દોરી પરના તરંગો, હવામાં પ્રસરતા ધ્વનિના તરંગો. (2) પ્રકાશના તરંગો માટે માધ્યમની જરૂર નથી. આ કિસ્સામાં અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકલિત વિક્ષોભ પ્રસરે છે. તેમાં કણોને બદલે બધાં બિંદુઓ ઉપર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશ (vectors) દોલન કરે છે. આવા વીજચુંબકીય તરંગોને અયાંત્રિક તરંગો કહે છે.
2. સમય: એ જૈનદર્શન પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ માપ છે. અત્યારની એક ગણતરી પ્રમાણે એક સેકંડમાં 100થી માંડીને 10સુધીના સમય હોઈ શકે છે. જોકે આ ગણતરી વાસ્તવિક નથી છતાં, આના કરતાં વધુ સમય એક સેકંડમાં હોઈ શકે પરંતુ ઓછા ન હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org