Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પૂર્વભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ
209 ક્ષેત્રમાં કર્યું છે. પ્રકાશિત તારાનું ગુરુત્વાકર્ષણ, તેમાંથી નીકળતા પ્રકાશ/શક્તિને ગણતરીમાં લઈ કર્યું, પરંતુ તે તારો જો ભ્રમણ કરતો હોય તો તેનું ગુરુત્વાકર્ષણ કેવું અને કેટલું હોય? તે જાણવા માટે તેમણે તથા તેમના જ એક વિદ્યાર્થી ડો. લીલાધર એ. પટેલે ઈ.સ. 1973માં એક મૌલિક રીત શોધી કાઢી છે. આ રીત/ઉકેલને ‘વિકિરણકારી કર મૅટ્રિક' (Radiation Kerr Metric) તરીકે ઓળખવામાં આવે છે. તેમના આ સંશોધન પૂર્વે ઈ. સ. 1963માં કર (Roy R Ker) નામના વિજ્ઞાનીએ ભ્રમણ કરતા અપ્રકાશિત તારા એટલે કે “બ્લેક હોલના બાહ્ય ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લગતો ઉકેલ મેળવ્યો, પરંતુ તે પછી ભ્રમણ કરતા પ્રકાશિત તારાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લગતો ઉકેલ મેળવવા ઘણા વિજ્ઞાનીઓએ પ્રયત્નો કર્યા પરંતુ સફળ થયા નહોતા.
વૈદ્ય સાહેબના માર્ગદર્શન હેઠળ ઘણા ઘણા વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું છે. તેઓ ભારતની અને તેમાંય ખાસ કરીને ગુજરાતની વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થાઓ સાથે સીધી કે આડકતરી રીતે આજ સુધી સંકળાયેલા રહ્યા છે. અમદાવાદની “ફિઝિકલ રિસર્ચ લેબોરેટરિ” (PRL), “ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) “વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર વગેરેના વિજ્ઞાનીઓ અત્યારે પણ શ્રી વૈદ્યસાહેબ તરફ પૂરા અહોભાવથી જુએ છે અને એમના અભિપ્રાયને પ્રમાણભૂત માને છે. વૈદ્યસાહેબ પરદેશની સાપેક્ષતાવાદ, ગુરુત્વાકર્ષણ તથા ગણિત સંબંધિત અનેક સંસ્થાઓના માનદ્ સભ્ય કે અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે, તો કેટલીય વિજ્ઞાન પરિષદોમાં પણ તેઓએ અધ્યક્ષ પદ શોભાવ્યું છે.
વૈદ્યસાહેબે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કરવા માટે ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરી, તેના દ્વારા “સુગણિતમ્ નામના સામયિકને પ્રકાશિત કરાવે છે. આજે 33 વર્ષથી “સુગણિતમ્” નિયમિત રીતે પ્રકાશિત થઈ રહ્યું છે તેનું સઘળું શ્રેય શ્રી વૈદ્ય સાહેબ અને તેમના જ ભત્રીજા ગણિતજ્ઞ પ્રો. અરણભાઈ એમ. વૈદ્યને ફાળે જાય છે. આ સિવાય તેમનાં સાતેક પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. તો કુમાર, બુદ્ધિપ્રકાશ, નવચેતન વગેરે સામયિકોમાં તેઓ અવારનવાર લેખો પણ લખતા. પોતાની વિદુષી દીકરીઓને લખેલા પત્રો પણ એવાં ઉત્તમ કોટિનાં છે કે તે પત્રો પણ વિશિષ્ટ લેખોની ગરજ સારે છે. હજુ આજે પણ વૈદ્યસાહેબ સરેરાશ અઠવાડિયે એકવાર આવો પત્ર પોતાની કોઈને કોઈ દીકરીને નિયમિત લખતા રહે છે.
આવા ઉત્તમ કોટિના ગણિત વિજ્ઞાની મળ્યા, તે ભારતનું અને તેમાંય ગુજરાતનું પરમ સૌભાગ્ય છે. જુલાઈ, 1993માં ગુજરાત સરકારે ગુજરાતની સાત શ્રેષ્ઠ વ્યક્તિઓને અપાતા એવોર્ડમાંથી વિજ્ઞાન વિભાગનો ડો. વિક્રમ સારાભાઈ એવૉર્ડ શ્રી વૈદ્યસાહેબને અર્પણ કરી તેમની સેવાઓ અને સંશોધનોની યોગ્ય કદર કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org