________________
218
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સંભવ રહે છે, અથવા તો પ્રભુની ઉચ્ચતમ શક્તિનો લોકોને વધુ સમય લાભ મળે, તે માટે તીર્થંકર પરમાત્માની ઉચ્ચ જૈવિક વીજચુંબકીય ઊર્જાને પૃથ્વીમાં ઉતારી દેવા માટે દેવો સુવર્ણ કમળની રચના કરે છે અને પ્રભુ તેના ઉપર પગ સ્થાપન કરી વિહાર કરે છે.
આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગગનચુંબી ઈમારતો ઉપર એક તાંબાનો તાર ઊંચે મૂકવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઉતારેલો હોય છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં વાતાવરણમાં રહેલ વીજળીના ભારે દબાણને તે તાર ગ્રહણ કરી જમીનમાં ઉતારી દે છે. તેથી આજુબાજુમાં બીજે ક્યાંય વીજળી પડતી નથી. બસ, આ જ સિદ્ધાંત ઉપર દેવો પ્રભુ માટે સુવર્ણ કમળની રચના કરતા હોય એમ મારું પોતાનું માનવું છે કારણ કે સુવર્ણ, એ વીજળી માટે અતિસૂક્ષ્મગ્રાહી (sensitive) પદાર્થ છે અને તાંબા કરતાં પણ તે અતિસુવાહક (most conductive) છે. તેથી સુવર્ણ કમળ દ્વારા પ્રભુની એ શક્તિ પૃથ્વીમાં ઊતરી જાય છે. જેના પ્રભાવે પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે, ત્યાં ત્યાં પ્રભુના શરીરથી અમુક યોજનાના વિસ્તારમાં તથા પ્રભુ વિહાર કરીને અન્યત્ર ગયા પછી પણ તે જ સ્થાનમાં એટલે કે પ્રભુએ જ્યાં જ્યાં વિહાર કર્યો હોય ત્યાં ત્યાં છ મહિના સુધી કોઈપણ પ્રકારના રોગ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મચ્છર, માખી, પતંગિયાં, તીડ વગેરે ક્ષુદ્ર જીવ-જંતુઓના ઉપદ્રવ કે એવી કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિઓ આવતી નથી. એટલું જ નહિ, પરંતુ, એ ક્ષેત્રમાં રહેલ મનુષ્યો અને પ્રાણીઓની અશુભ વૃત્તિઓ પણ પ્રાયઃ દૂર થઈ જાય છે.?
આથી જ, આજથી 2500 વર્ષ પૂર્વે થઈ ગયેલ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની વિહારભૂમિ - મગધ એટલે કે આજનું બિહાર તથા તેમની કલ્યાણક ભૂમિઓ; ખાસ તો કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ - જુવાલિકા નદીનો કિનારો, તથા નિર્વાણ કલ્યાણકની ભૂમિ-પાવાપુરીનું વાતાવરણ હજુ આજે પણ પવિત્ર જીવોને આલૌકિક, દિવ્ય અનુભૂતિ કરાવે છે.
આ રીતે પ્રભુ સમગ્ર સૃષ્ટિ ઉપર સતત ઉપકાર કરતા રહે છે.
આ છે પ્રભુએ પૂર્વ ભવમાં ભાવેલ “સવિ જીવ કરું શાસનરસી'ની ઉત્કૃષ્ટ ભાવનાનું ઉત્કૃષ્ટ પરિણામ.
1. પત્ર પલ પર્વ દત્તસ્તવ તત્ર સુરાપુરા : |
किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् ॥ 3 ॥ | (વીતર તોત્ર, વાર્થ gછાશ, સ્નોડ - 3) 2. વીતર તોત્ર, તૃતીય પ્રછાશ ( -4, 5, 6, 7, 8, 9, 10)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org