Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
216
- જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો યોગમાંથી ઓછામાં ઓછો કાયયોગ તો હોય છે જ. ચાહે તે જીવ ગમે તેટલી નિમ્નતમ કક્ષામાં અર્થાત્ પ્રાથમિક અવસ્થામાં કેમ ન હોય ?
જૈનદર્શન પ્રમાણે મનોયોગ સંજ્ઞી ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય (હાથી, ગાય, ઘોડા, વગેરે પશુઓ તથા ચકલી, પોપટ, મેના, કોયલ વગેરે પક્ષીઓ તથા માછલી વગેરે જળચર જીવો), સંજ્ઞી ગર્ભજ મનુષ્યો, દેવ અને નારકોને જ હોય છે. જ્યારે એકેન્દ્રિય ગણાતા પૃથ્વીકાય, અપ્લાય (પાણી) અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા બેઇન્દ્રિય ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોને દ્રવ્ય (પૌલિક) મન હોતું નથી. આ સંજોગોમાં તે જીવોને મન દ્વારા થતાં શુભ કે અશુભ કર્મોનો બંધ પણ થતો નથી. તેથી તે નિમિત્તે થતો જૈવિક વીજચુંબકીય શક્તિનો વધારો કે ઘટાડો પણ હોતો નથી પરંતુ એક શરીર વિદ્યમાન હોવાથી તેના દ્વારા થતા શુભ અશુભ કર્મબંધ થવાથી પ્રાપ્ત જૈવિક વીજચુંબકીય શક્તિમાં વધઘટ થાય છે. સંસારી/કર્મથી બંધાયેલા જીવો માટે આ ઘટક ક્યારેય શૂન્ય થતું નથી.
તે જ રીતે સંસારી જીવ ગમે તેટલી પ્રાથમિક (primitive) અવસ્થામાં હોય તોપણ તેની આધ્યાત્મિક શક્તિ કયારેય શૂન્ય થતી નથી.
નિગોદ જેવા એકદમ પ્રાથમિક કક્ષાના જીવોમાં પણ ચાર અઘાતી કર્મ (નામકર્મ, વેદનીય કર્મ, આયુષ્યકર્મ, ગોત્રકર્મ) સંબંધી, તેમાંય ખાસ કરીને નામકર્મ અને વેદનીય સંબંધી શુભ કર્મ સાવ શૂન્ય થતું નથી. એથી ઊલટું આ ચાર કર્મ સંબંધી ગમેતેટલાં અશુભકર્મો ભેગાં થાય તોપણ આત્માની અનંત શક્તિને સંપૂર્ણપણે ઢાંકી શકવા સમર્થ થતાં નથી. તેવી જ રીતે આત્માની અનંત શક્તિનો ઘાત કરનારાં ચાર ઘાતી ક(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મોહનીય, અંતરાયોનો ગમે તેટલો સમૂહ ભેગો થાય તોપણ આત્માની અનંત શક્તિને સંપૂર્ણપણે ઢાંકી શકતાં નથી.
આ રીતે સમગ્ર સજીવ સૃષ્ટિમાં એકદમ પ્રાથમિક કક્ષાના ગણાતા જીવોમાં પણ જૈવિક વીજચુંબકીય શક્તિ ક્યારેય શૂન્ય થતી નથી તે જણાવવા માટે અહીં ઉપરનાં સમીકરણોમાં ચલન(variable)ની નિશાનીનો પ્રયોગ કર્યો છે.
ગણિતના સિદ્ધાંત પ્રમાણે, ઉપરનાં સમીકરણોમાં જ્યારે બરાબર(s) (equalto)ની નિશાનીનો પ્રયોગ થાય છે, ત્યારે એક અચળાંક (constant) –k મૂકવામાં આવે છે. આ અચળાંકને આપણે કદાચ Universal Coefficient કહી શકીએ. આ અચળાંક હોવાના કારણે તે સમીકરણોની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી. અલબત્ત, આપણા જેવા છપ્રસ્થ (અજ્ઞાની) જીવો માટે આ અચળાંક અજ્ઞાત જ છે. તેની ચોકક્સ કિંમત તો કેવળજ્ઞાની મહાત્માઓ જ બતાવી શકે. આપણે તો અત્યારે અચળાંક તરીકે તેની માત્ર કલ્પના જ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org