________________
.18
જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ||
‘વીતરાગ ૫રમાત્મા કે અન્ય કોઈપણ દેવ-દેવી વગેરેની કરોડવાર પૂજા કરવા બરાબર તેઓનો એક સ્તુતિપાઠ અથવા સ્તોત્રપાઠ છે. કોડવાર સ્તોત્રપાઠ કરવા બરાબર એક જાપ છે. કરોડવાર જાપ કરવા બરાબર એક ધ્યાન છે અને કરોડવાર ધ્યાન કરવા બરાબર એક લય, પરમાત્મ સ્વરૂપમાં રમણતા અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેની એકરૂપતા છે.’
અહીં સામાન્ય રીતે પૂજા કહેતાં પરમાત્મા અથવા ઇષ્ટ દેવ-દેવીની પ્રતિમાની શ્રેષ્ઠ દ્રવ્યો વડે કરાતી અર્ચા લેવી. તે જુદા જુદા પ્રકાર વડે - અષ્ટપ્રકારી, પંચપ્રકારી, એકોપચારી, એક્વીશ પ્રકારી કે બહુવિધ પ્રકા૨ી જોવા મળે છે. આ પૂજામાં પૂજનનાં દ્રવ્યોની મુખ્યતા હોય છે અને તેમાં પ્રાયઃ કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે અને એવી કરોડવારની પૂજા બરાબર એક વખતનો સ્તોત્રપાઠ છે. બાકી દેવાધિદેવની પૂજા કરતી વખતે જો મન-વચન અને કાયાની એકાગ્રતા આવી જાય અને મન શુભ અધ્યવસાયની શ્રેણીએ ચડી જાય તો, નાગકેતુની માફક ફૂલપૂજા કરતાં કરતાં પણ કૈવલ્યપ્રાપ્તિ થઈ શકે છે. તેવી જ રીતે સ્તુતિપાઠમાં સામાન્ય રીતે વચન અને કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે અને મનોવ્યાપાર ગૌણ હોય છે અને એવા કરોડ વખતના સ્તોત્રપાઠ બરાબર એક વખતનો જાપ ગણાય છે. જાપમાં સામાન્ય રીતે મનની જ મુખ્યતા હોય છે, ત્યાં વચન અને કાયાનો વ્યાપાર પ્રાયઃ હોતો જ નથી. અને ‘મન વ મનુષ્યાળાં જારખં વન્ધમોક્ષયોઃ' ઉક્તિ અનુસાર મન જ્યારે અશુભ કાર્યમાંથી નિવૃત્ત થઈ, શુભ કાર્ય, જાપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અશુભ કર્મના આસ્રવનો સંવર થઈ જાય છે અને શુભકર્મબંધ થાય છે અને તેમાં જ આગળ વધતાં જાપ કરનાર ધ્યાનસ્થ થઈ જાય છે અને તેથી કરોડ વખતના જાપ બરાબર એક વખતનું ધ્યાન છે. એ ધ્યાનમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે અલગ અલગ હોય છે. તેમાં મન, વચન અને કાયાની એકાગ્રતા જ મુખ્ય હોય છે. ધ્યાનસ્થ આત્મા જ્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેનો અભેદ અનુભવે છે.? અને પરમાત્મ સ્વરૂપ અથવા આત્મસ્વરૂપમાં જ રમણતાનો અનુભવ કરે છે ત્યારે તે લયની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવો એક લય કરોડ વખતના ધ્યાન બરાબર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org