Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
208
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અનુલક્ષીને ચર્ચા થઈ હતી અને ત્યારબાદ તેમનાં ઈ. સ. 1943-51-53 અને 55માં પ્રસિદ્ધ થયેલાં પેપરો/સંશોધન પત્રો ખૂબ જ પ્રખ્યાતિ પામ્યાં. એનું કારણ એટલું જ હતું કે ઈ. સ. 1963માં ક્વેસાર શોધાયાં, ત્યારબાદ ઈ. સ. 1967માં પલ્સાર શોધાયાં. આ બંને પ્રકારના તારાઓ / જયોતિપૂજો આપણા સૂર્ય કરતાં અનેક ગણો કિરણોત્સર્ગ કરે છે. વળી તેમનું ગુરુત્વાકર્ષણ આપણા સૂર્ય કરતાં હજારો-લાખોગણું શક્તિશાળી છે એટલે તેમના કિરણોત્સર્ગના કારણે થતા ગુરુત્વાકર્ષણ બળના ઘટાડાને અવગણી શકાય તેવો નથી હોતો અર્થાત્ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના ઘટાડા કરતાં અબજો ગણો વધુ ઘટાડો થાય છે. તેને જો ગણતરીમાં ન લઈએ તો દેખીતી રીતે જ તે તે ક્વેસારનાં સ્થાન, અંતર તથા દ્રવ્યમાનના વાસ્તવિકતા કરતાં ખોટા-ભૂલભરેલા આંકડાઓ પ્રાપ્ત થાય અને માટે જ આવા પ્રબળ ગુરુત્વ કેન્દ્રોનું વર્ણન આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે જ કરવું પડે અને તો વૈદ્યસાહેબે સૂચવેલ ઉકેલ પ્રમાણે ગણિત કરવું જરૂરી હોવાથી તેમનાં સંશોધનો ખ-ભૌતિકશાસ્ત્ર(Astro-physics)માં ખૂબ જ અગત્યનાં થઈ પડ્યાં છે.
વૈદ્ય સાહેબના વૈદ્ય-મૅટ્રિકનો ઉપયોગ આજે ખ-ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થાય છે. આજે પરદેશમાં પ્રકાશિત થતાં General Relativity and Gravitation, Quantum Theory and Gravitation, Physical Review, Physic Today જેવાં સામયિકોમાં વર્ષ દરમ્યાન પ્રકાશિત થતાં કુલ લેખોમાંથી લગભગ વીસેક લેખ એવાં હોય છે કે જેમાં આ વૈદ્ય-મૅટ્રિકનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
શ્રી વૈદ્યસાહેબ પોતે જ પોતાના સૌપ્રથમ સંશોધન અંગે ડૉ. વી.વી. નારલીકર તરફ કૃતજ્ઞતા બતાવતાં લખે છેઃ “આ ઉકેલ પ્રસિદ્ધ કરવા જે લેખ અમે લખ્યો, તેના લેખક કે પ્રોફેસર નારલીકરે મારું એકલાનું નામ મૂક્યું. સામાન્ય રીતે જે શિક્ષક પ્રશ્ન સૂચવે તેના નામે લેખ છપાય અને વિદ્યાર્થીનું નામ સહલેખક તરીકે આવે, પણ નારલીકરે તેમ ન કર્યું કારણ કે ઉકેલ મેળવવા માટે પાયાનો વિચાર મને સૂઝયો હતો એટલે ઉકેલનું સઘળું શ્રેય મને જ આપ્યું. આજે વિચાર કરું છું તો ખ્યાલ આવે છે કે જે ઉકેલ અમે મેળવ્યો હતો, તેની કેટલી બધી અગત્ય છે, તે નારલીકરસાહેબ બરાબર સમજતા હતા. ઉકેલના લેખમાં લેખક તરીકે પોતાનું નામ પણ સાથે મૂક્યું હોત તો, તે ઉકેલ તેમના નામે જ ખ્યાતિ પામ્યો હોત અને તે સમયે આ બધું સમજવા માટે હું ઘણો નાનો હતો અને તેથી અત્યારે ‘વૈદ્યના ઉકેલ' તરીકે જાણીતો થયેલ ઉકેલ તેઓ સરળતાથી પોતાના નામે ચઢાવી શક્યા હોત. પરંતુ, તેઓ તો શૈક્ષણિક પવિત્રતાને વળગી રહ્યા અને ઉકેલનો મુખ્ય વિચાર વૈદ્યનો હોય તો ઉકેલ વૈદ્યના નામે જ ચઢવો જોઈએ, એવો તેમણે નિર્ણય કર્યો. આ છે શૈક્ષણિક પ્રમાણિકતા”.
શ્રી વૈદ્યસાહેબે એક બીજું પણ અગત્યનું સંશોધન સાપેક્ષતા અને ગુરુત્વાકર્ષણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org