________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
પરિસંવાદ યોજાયો હતો. જાપાનની આ મુલાકાતમાં તેઓ જાપાનની વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉન્નતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેનાથી માતૃભાષા દ્વારા વૈજ્ઞાનિક શિક્ષણની અસરોનો તેઓને સીધો અનુભવ થયો હતો અને ભારત આવ્યા પછી તેઓએ માતૃભાષામાં જ વૈજ્ઞાનિક શિક્ષણ આપવા માટેની ઝુંબેશને વેગ આપ્યો હતો. આ અંગે તેઓનો, શ્રી રવીન્દ્રનાથ ટાગોર તથા સ્વામી વિવેકાનંદનો દૃષ્ટિકોણ સમાન જ હતો.
હમણાં જ બે વર્ષ પહેલાં વિજ્ઞાન જગતમાં ડૉ. બોઝની જન્મ શતાબ્દિની ઉજવણી કરવામાં આવી હતી અને તેમનાં જીવન તથા કાર્યોને યાદ કરી તેઓને બિરદાવવામાં આવ્યા હતા.
206
ડૉ. વૈદ્યસાહેબ આમ તો ગણિતના પ્રાધ્યાપક છે પરંતુ એમનું સંશોધન ક્ષેત્ર ભૌતિક વિજ્ઞાન છે, અને તેમાંય ખાસ કરીને આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો વ્યાપક સિદ્ધાંત (General Theory of Relativity) એમનો પ્રિય વિષય રહ્યો છે. આ ક્ષેત્રમાં તેમનું સંશોધન અદ્વિતીય અને વિરલ છે.
આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની શોધ ઈ. સ. 1905માં કરી ત્યારે તેમની ઉંમર માત્ર 26 વર્ષ હતી, તો આપણા આ વૈદ્યસાહેબે જ્યારે આઇન્સ્ટાઇનના વ્યાપક-સાપેક્ષતા-સિદ્ધાંતમાં ઈ. સ. 1942માં સંશોધન પત્ર રજૂ કર્યું ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી. હમણાં જ ભાવનગર યુનિ.ના ગણિત વિભાગના અધ્યક્ષ ડૉ. જે. કૃષ્ણરાવને મળવાનું થયું. ડૉ. જે. કૃષ્ણરાવ પણ ડૉ. પ્ર.ચુ. વૈદ્યસાહેબના વિદ્યાર્થી છે. તેઓએ ઈ.સ. 1961 થી ઈ. સ. 1963 સુધી ડૉ.વૈદ્યસાહેબના માર્ગદર્શન હેઠળ ગણિતમાં સંશોધન કર્યું હતું. ડૉ. રાવના જણાવ્યા પ્રમાણે ડૉ. વૈદ્યસાહેબના ગુરુ ડૉ. વિષ્ણુ વાસુદેવ નારલીકર તેમના પણ ગુરુ હતા. ડૉ. વૈદ્યસાહેબે જે સંશોધન કર્યું, તે માટે ડૉ. નારલીકર છેલ્લાં 10 વર્ષોથી ચિંતન કરતા હતા, પરંતુ વૈદ્યસાહેબે એ સંશોધન ફક્ત નવ મહિનાના ચિંતન પછી કર્યું. ડૉ. વૈદ્યસાહેબને જે વિચાર સૂઝ્યો તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેમણે પોતાનું સંશોધન પૂરું કર્યું. તેમનું આ સંશોધન માત્ર અડધા પાનાનું જ છે, પરંતુ તેમણે તેમાં ડૉ. આઇન્સ્ટાઇનને મૂંઝવતા બે પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો ઉકેલ લાવી દીધો હતો.
ઈ. સ. 1915માં આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણનો નવો સિદ્ધાંત આપ્યો. તેને સાપેક્ષતાનો વ્યાપક સિદ્ધાંત કહેવામાં આવે છે. આ નવા સિદ્ધાંત પ્રમાણે ગ્રહોની ચોક્કસ ગતિ જાણવા માટે સૂર્યનું ગુરુત્વાકર્ષણ જાણવું જરૂરી હતું. આઇન્સ્ટાઇને જે વર્ષમાં સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, તે જ વર્ષમાં એટલે કે ઈ. સ. 1915માં શ્વોર્શીલ્ડ નામના વિજ્ઞાનીએ સૂર્યનું ગુરુત્વાકર્ષણ ગણી શકાય તેવો આઇન્સ્ટાઇનનાં સમીકરણોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org