Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પરમત્યાગી, કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માનો વિહાર
સુવર્ણ કમળ ઉપર જ શા માટે? ભારતીય સંસ્કૃતિમાં બે પરંપરા છે: 1. શ્રમણ પરંપરા 2. બ્રાહ્મણ પરંપરા. બ્રાહ્મણ પરંપરાને 5000 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન માનવામાં આવે છે અને તેના ધર્મગ્રંથોમાં વેદો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે, તો શ્રમણ પરંપરામાં બે પ્રકાર છે : 1. ભગવાન મહાવીરની જૈન શ્રમણ પરંપરા અને 2. ગૌતમ બુદ્ધની બૌદ્ધ શ્રમણ પરંપરા. આ બંને શ્રમણ પરંપરાઓ સમકાલીન હોવા છતાં એકબીજાથી તદન સ્વતંત્ર છે. વળી બંને સમકાલીન હોવાથી બંને વચ્ચે એકબીજાના સિદ્ધાંતો અંગે વારંવાર શાસ્ત્રાર્થ અને વાદ-વિવાદ થતાં રહ્યાં છે. આમ છતાં બંને પરંપરા અહિંસા પ્રધાન રહી છે. બૌદ્ધ શ્રમણ પરંપરાના આદ્ય સ્થાપક સ્વયં ગૌતમ બુદ્ધ પોતે જ હતા. જ્યારે ભગવાન મહાવીરે બતાવેલ જૈન શ્રમણ પરંપરામાં તેઓ ચોવીસમા તીર્થંકર હતા. મતલબ કે શ્રમણ ભગવાન મહાવીર પહેલાં તેમના જેવા જ બીજા ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા હતા. તેમાં ભગવાન પાર્શ્વનાથ અને શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ અહમ્ અરિષ્ટનેમિ(નેમિનાથ)ને અત્યારના ઇતિહાસકારોએ પ્રાગૈતિહાસિક મહાપુરુષ તરીકે સ્વીકારેલા જ છે. એ સિવાય બ્રાહ્મણ પરંપરાના સૌથી વધુ પ્રાચીન ગણાતા ગુવેદમાં જૈન શ્રમણ પરંપરાના આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ એટલે કે આદિનાથ સંબંધી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન 28ષભદેવ વેદો કરતાં પણ પૂર્વકાલીન છે એમ સિદ્ધ થાય છે. આ તો ફક્ત વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોની વાત થઈ. ભૂતકાળમાં આવી અનંત ચોવીસી થઈ ગઈ છે અને ભવિષ્યકાળમાં અનંત ચોવીસી થશે. એ સર્વ ચોવીસીઓમાં પ્રથમ તીર્થંકરથી માંડીને ચોવીસમા તીર્થંકર સુધીના સર્વ તીર્થકરો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તુરત જ દેવકૃત સુવર્ણ કમળ ઉપર પગ મૂકીને વિહાર - પદયાત્રા કરે છે. પ્રત્યેક તીર્થંકર ભગવંતનો આ એક પ્રકારનો અતિશય અર્થાત્ વિશિષ્ટ લાક્ષણિકતા છે.
કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માને પૃથ્વી ઉપર પગ મૂકવાને બદલે દેવકૃત સુવર્ણ કમળ ઉપર જ પાદ સ્થાપન કરવાનું કારણ શું? કેટલાક લોકો એમ પણ કહે છે કે શ્રી સીમંધર સ્વામી વગેરે તીર્થકરોએ તો સંસારનો ત્યાગ કર્યો છે, કંચન-કામિનીના ત્યાગી છે. અપરિગ્રહી છે, તો તેઓને બેસવા માટે સુવર્ણનું સિંહાસન અને વિહાર કરવા માટે સુવર્ણ કમળની રચના શા માટે ?
આ અંગે કોઇ સ્પષ્ટ કારણ/જવાબ જૈન ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થતો નથી, પરંતુ કેટલાક આધુનિક ચિંતકો, વિદ્વાનો તથા મુનિરાજો આ પ્રશ્નના ઉત્તરમાં એમ જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org