________________
પૂર્વભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ
207
ઉકેલ મેળવ્યો. પરંતુ આ ઉકેલમાં તેણે સૂર્યને એક ઠંડા તારા તરીકે ગણ્યો હતો એટલે સ્વાભાવિક રીતે જ સૂર્યમાંથી નીકળતા તેજ/પ્રકાશ - ગરમી અને શક્તિને તેણે ગણતરીમાં લીધાં નહોતા અને હવે સંશોધન માટે ડૉ. વી.વી. નારલીકરે સંશોધનનો જે વિષય સૂચવ્યો હતો તેમાં સૂર્યને કિરણોત્સારી તારા તરીકે માની આઇન્સ્ટાઇનનાં સમીકરણોનો ઉકેલ શોધવાનો હતો. શ્વોર્શીલ્ડે આપેલા ઉકેલમાં સૂર્યને ઠંડા પદાર્થ તરીકે માનેલ એટલે સ્વાભાવિક રીતે જ તેનું દ્રવ્યમાન અચળ ગણવામાં આવ્યું હતું. આમ દ્રવ્યમાન અચળ ગણતાં ગણિત સાવ સરળ થઈ જતું હતું, પરંતુ તે ચોક્કસ / વાસ્તવિક નહોતું. જયારે વૈદ્યસાહેબે પોતાના સંશોધનમાં સૂર્યને ગરમ અને કિરણોત્સારી પદાર્થ તરીકે ગણતરીમાં લેતાં, જેમ જેમ તેમાંથી કિરણોત્સર્ગ થતો રહે અર્થાત્ શક્તિ બહાર ફેંકાતી જાય, તેમ તેમ સૂર્યના ગુરુત્વાકર્ષણમાં પણ થોડાક ફેર આવે છે- જોકે આ ફેર ખૂબ જ ઓછો/અલ્પ એટલે કે નહિવત્ છે. ડૉ. વૈદ્યસાહેબના પોતાના જણાવ્યા પ્રમાણે શ્વોત્સર્શીલ્ડની ગણતરી અને તેમની ગણતરીમાં 10 જેટલો જ ફેર આવે છે. આ સંશોધનમાં, ઉકેલ મેળવતી વખતે દરેક સંશોધકો સૂર્યમાંથી નીકળતા પ્રકાશને પ્રવાહી સાથે સરખાવી તેનું ગુરુત્વાકર્ષણ બળ આઇન્સ્ટાઇનના નિયમ પ્રમાણે ગણતા ત્યારે આ પ્રવાહી/પ્રકાશ માટે તેની ધનતા તેના દાબ કરતાં ત્રણ ગણી હોય છે, તેવી પ્રચલિત માન્યતાનો આધાર લેતા હતા, પરંતુ શ્રી વૈધસાહેબે ઉપર્યુક્ત માન્યતા છોડી, પ્રકાશને વહેતા પ્રવાહી સાથે સરખાવી, પ્રકાશના વેગને જ મહત્ત્વની બાબત ગણી. ડૉ. નારલીકરે આ બાબત સ્વીકારી લીધી અને તે બંનેએ તુરત જ એક જરૂરી સમીકરણ તૈયાર કરી લીધું. વૈદ્યસાહેબે ઘરે જઈ બાકીનાં સમીકરણ તથા તેના ઉકેલ મેળવી દીધાં. આમ માત્ર એક જ અઠવાડિયામાં તેમનું સંશોધન કાર્ય આટોપાઈ ગયું. વસ્તુતઃ સંશોધનકાર્ય આટોપાઈ ગયું એમ કહેવાને બદલે એવું કહેવું જોઈએ કે આ અઠવાડિયામાં જ, તેમના જીવનમાં સંશોધન કાર્યોની હારમાળા શરૂ થઈ.
વૈદ્યસાહેબે મેળવેલ ગણતરીમાં ખૂબ જ ઓછો તફાવત આવતો હોવાથી તેમના સંશોધનને ખાસ મહત્ત્વ અપાયું નહિ એટલે સુધી કે ઈ. સ. 1945માં આ ઉકેલની વિગતો આપતો લેખ લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીને તેમના સામયિકમાં પ્રકાશિત કરવા મોકલ્યો પણ તેની અગત્ય ન સમજાતાં તેનો અસ્વીકાર થયો હતો. છેવટે ઈ. સ. 1942-43માં મેળવેલ એ ઉકેલ છેક ઈ. સ. 1951માં ઇન્ડિયન એકૅડેમી ઑફ સાયન્સીઝ'ના સામયિકમાં પ્રસિદ્ધ થયો.
પરંતુ 20-22 વર્ષ પછી સમયે કરવટ બદલી અને વૈદ્યસાહેબનાં સંશોધનો એકાએક મહત્ત્વપૂર્ણ બની ગયાં એટલું જ નહિ પણ ઈ. સ. 1964ના ડિસેમ્બરમાં ટેક્સાસમાં મળેલી આંતરરાષ્ટ્રિય પરિષદમાં પૂરા બે કલાક સુધી વૈદ્યસાહેબના આ જ ઉકેલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org