Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
188
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો મંત્ર એટલે ચોક્કસ પ્રકારના કાર્ય માટે, ચોક્કસ પ્રકારના દેવોથી અધિષ્ઠિત થયેલ ચોક્કસપ્રકારના મહાપુરુષો દ્વારા, ચોક્કસ પ્રકારના શબ્દ અથવા અક્ષરોનાં સંયોજનો દ્વારા લિપિબદ્ધ કરાતું ધ્વનિનું સ્વરૂપ. પ્રાચીનકાળના મહાપુરુષોએ આવા વિશિષ્ટ પ્રકારના મંત્રોના ચોક્કસ/નિશ્ચિત અર્થ અર્થાત્ વિષયો પોતાની અતીન્દ્રિય જ્ઞાનદૃષ્ટિથી દેખ્યા છે અને એટલે જ શબ્દમંત્રના આવા વિશિષ્ટ રંગોને જોનાર અતીન્દ્રિયશક્તિવાળા શ્રી અશોકકુમાર દત્ત, આપણા પ્રાચીન ત્રઋષિ-મુનિઓ માટે મંત્રાર્થદ્રષ્ટા' શબ્દ પ્રયોજે છે.*
મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત, પોતાના અનુભવનું વર્ણન કરતા કહે છે કે “મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ગામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મશરીર પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે. અને તેથી જ ભગવદ્ગામ જપ અને મંત્રોચ્ચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેનું ભાન થયું.”
લેફ. કર્નલ, સી.સી. બક્ષી, પોતાના “વૈશ્વિક ચેતના (Coscon) નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપણા મગજમાં શબ્દની/ ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે. જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો – ચિંતકો શબ્દ સ્ફોટ કહે છે. અને) તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે.
મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહિ પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે. તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજ “' થી જ અગ્નિ પ્રગટાવેલ.
મંત્ર ધ્વનિ, મંત્રાક્ષરો તથા મંત્ર અને મૂર્તિ માટે જણાવતાં શ્રી સી. સી. બક્ષી લખે છે કે મંત્રનો ધ્વનિ એક પરિમાણવાળો (યુનિડાઈમેન્શનલ) હોય છે. (અલબત્ત, ધ્વનિને આપણે જોઈ શકતા નથી તેથી કદાચ આપણા માટે તે એક પરિમાણવાળો યુનિડાઈમેન્શનલ કહી શકાય પરંતુ જેઓ ધ્વનિના રંગો જોઈ શકે છે તેઓ માટે તો ધ્વનિ પણ ત્રિપરિમાણીય થ્રી ડાઈમેન્શનલ જ છે.) મંત્રાક્ષરો તથા તેની આકૃતિસ્વરૂપ યંત્રો દ્વિપરિમાણવાળાં અર્થાત્ ટુડાઈમેન્શનલ હોય છે. જયારે મૂર્તિ ત્રિપરિમાણવાળી અર્થાત્ શ્રી ડાઈમેન્શનલ હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org