________________
15 - મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ સંસાર અને સમય, બંને નદીના પ્રવાહની માફક ગતિશીલ છે. અંગ્રેજીમાં એક કહેવત છે. we cannot cross the same river twice. એક નદીમાંથી આપણે એક વખત પસાર થઈ ગયા, તે પછી તે જ નદીમાંથી આપણે ફરીથી પસાર થઈ શકતા નથી અર્થાત્ પુનઃ નદીમાંથી પસાર થતી વખતે પાણી બદલાઈ જ ગયું હોય છે. આવા ગતિશીલ સંસારમાં જીવ માત્રને સુખી થવાની ઇચ્છા હોય છે. કોઈ પણ જીવ એમ નથી ઇચ્છતો કે હું દુઃખી થાઉં. અલબત્ત, પ્રત્યેક મનુષ્ય અને એક જ મનુષ્યની વિભિન્ન સમયે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. સુખ અને દુઃખની આ બધી જ વ્યાખ્યાઓનો સમાવેશ એક જ વ્યાખ્યામાં કરવો હોય તો એમ કહી શકાય કે
- મનોવાંછિત / ઈષ્ટની પ્રાપ્તિ અને અનભિપ્સિત અર્થાત્ અનિષ્ટનો વિયોગ થવો તે સુખ છે.
- અને ઈષ્ટ વસ્તુનો વિયોગ તથા અનિષ્ટ - અપ્રિય વસ્તુનો અનિચ્છાએ થયેલ સંયોગ | પ્રાપ્તિ, તે દુઃખ છે.
સર્વ કોઈ જીવને પૂર્વમાં કરેલ શુભ કે અશુભ કર્મોના પરિપાક સ્વરૂપે સુખ કે દુઃખ મળે છે. અલબત, કયારેક બાહ્ય સ્વરૂપે દેખાતું ઐહિક સુખ, વસ્તુતઃ સુખ ન પણ કોઈ શકે તો ક્યારેક બાહ્ય સ્વરૂપે દેખાતું દુઃખ વસ્તુતઃ દુઃખ ન પણ હોઈ શકે કારણ કે એ દુઃખ, ભવિષ્યમાં સુખ પ્રાપ્તિની આશા અને આકાંક્ષાવશ ભોગવવામાં કોઈ તકલીફ પડતી નથી. ખરેખર તો, આપણી માનસિક સ્વસ્થતા એ જ આપણા સુખનું મૂળ છે. - અને, એ માનસિક સ્વસ્થતા મેળવવા માટે સંસારનો પ્રત્યેક મનુષ્ય પ્રયત્નશીલ છે અને એ માટે મનુષ્ય વિવિધ પ્રકારે પ્રયત્ન કરતો જ રહે છે. આ પ્રયત્નોમાં પ્રાચીન કાળના યોગી પુરુષો, સાધક મહાત્માઓ અને ઋષિ મુનિઓના શરણે ગયેલ જીવો, તેમના આશીર્વાદ દ્વારા પોતાની માનસિક અને શારીરિક, આધિ, વ્યાધિ અને ઉપાધિઓને સહન કરવાનું અને તેને હળવું બનાવવાનું બળ મેળવે છે.
આપણા પ્રાચીન મહર્ષિઓએ આપણાં દુઃખ દૂર કરવા અને સુખની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની મંત્ર, યંત્ર અને તંત્ર વિદ્યાઓ આપી છે. આ રીતે મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધિ વગેરેના માધ્યમ દ્વારા આપણે આપણાં અશુભ કર્મોને હળવાં કરી શકીએ છીએ અથવા તો સંપૂર્ણપણે દૂર પણ કરી શકીએ છીએ. ક્યારેક તો શુભ નિમિત્ત અને શુભભાવ આવી જાય તો અશુભકર્મનું શુભકર્મમાં પરિવર્તન પણ થઈ જાય છે.
અલબત, એ સાથે બીજી પણ વાત કરવી જોઈએ કે આવા મહાપુરુષો આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org