________________
મંત્ર, યંત્ર અને ધ્વનિ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
193 કારણ કે તેની સાથે તે મહાપુરુષની લોકોનું ભલું કરવાની ભાવના જોડાયેલ હોય છે.
આધુનિક સંશોધનકારો યંત્રને મૂલાકાશ (archetypal space) તથા મંત્રને પવિત્ર ધ્વનિ માને છે. એ સાથે તેઓ એમ પણ માને છે કે યંત્ર અને મંત્ર, બંને એકબીજાથી તદન અભિન્ન છે અને યંત્ર એ મંત્રનું શરીર છે, તો મંત્ર, એ યંત્રનો આત્મા છે.25 એટલું જ નહિ, ભારતીય પરંપરા પ્રમાણે યંત્ર એ દેવ-દેવીઓને સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું સ્થાન છે. ખાસ કરીને અંબિકા, દુર્ગા, કાળી, મહાકાળી વગેરે દેવીઓની મુખ્ય શક્તિપીઠોમાં દેવીઓની મૂર્તિ કરતાં ય દેવીઓનાં યંત્રોનું વિશેષ મહત્ત્વ હોય છે.
આ વિભિન્ન યંત્રો સ્વરૂપ ચિહ્નો મનઃ શક્તિ(Psychic energy)નો અખૂટ ખજાનો છે. આ યંત્રો આપણામાં ખૂટતું એવું તત્ત્વ શોધી કાઢી, તેની પૂર્તિ કરે છે, જેનાંથી આપણું જીવન આનંદિત, ર્તિવાળું તેમજ સાર્થક બની જાય છે.
યંત્રો અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં જોવા મળે છે. યંત્રોમાં આકૃતિઓનું સંયોજન તો હોય જ છે, પરંતુ તેમાં મંત્રાક્ષરો પણ લખવામાં આવે છે. જો કે ઉપર બતાવ્યું તેમ યંત્ર આકૃતિઓ જ મંત્રાક્ષરોનું દૃશ્ય સ્વરૂપ છે, છતાં તે યંત્રાકૃતિ કયા મંત્રાક્ષરોનું દૃશ્ય સ્વરૂપ છે તેની સામાન્ય મનુષ્યને જાણ થાય તે માટે, તેનાં જ્ઞાતા ઋષિ મુનિઓએ યંત્રોમાં મંત્રાક્ષરો પણ લખ્યા હોય છે. અને એટલે જ યંત્ર અને મંત્ર બને સંયુક્તપણે જોવા મળે છે તો કેટલાંક યંત્રોમાં માત્ર ખાનાઓ દોરીને અથવા વિભિન્ન આકૃતિઓ દોરી, તેમાં આંકડા લખવામાં આવ્યા હોય છે. આવા સંખ્યાઆંકડાઓ સાથે સંબંધિત યંત્રોના જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયાં યંત્રો, વિશાયંત્રો, ચોત્રીશા યંત્રો, પાંસઠિયા યંત્ર, એકસો સિત્તેરિયા યંત્ર. આ દરેક પ્રકારના યંત્રોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયાં યંત્રો. આ યંત્રોમાં 1 થી 9 સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ઊભા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયાં યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારના પંદરિયાં યંત્રો બતાવવામાં આવ્યા છે તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે.*
તો આવા જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારેય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો મંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org