Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
16
પૂર્વભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ
ઘણાં સમય પહેલાંની વાત છે. અમદાવાદની ગુજરાત કૉલેજમાં એક પ્રાધ્યાપક ઇન્ટર સાયન્સના વર્ગમાં વર્ગ લેવા આવી ચડ્યા અને બ્લેક બોર્ડ જુએ છે, અને તેની ઉપર લખેલું લખાણ મોટેથી વાંચે છે. : ‘‘સાહેબ તો લેંઘો પહેરે છે.’’ અને પછી વિદ્યાર્થીઓ સામે જોઈ ઉમેરે છે : “તમારી ઇચ્છા હશે તો કાલથી પહેર્યા વગર આવીશ.’’ આ સાંભળી આખો ય વર્ગ ખડખડાટ હસી પડે છે.
આવા રમૂજી સ્વભાવના, સાદા-સીધા અને સરળ સજ્જન જેવા જણાતા પ્રાધ્યાપક, તે જ આપણા મહામેધાવી, વિરલ ગણિત વિજ્ઞાની ડૉ. પ્ર. ચુ. વૈદ્ય સાહેબ.
ભારતમાં હમણાં જ તા. 24, ઓક્ટોબર, 1995ના દિવસે સવારના 9-30 વાગે, એક વિરલ અને દુર્લભ એવી ખગોલિક ઘટના બની, ધોળે દિવસે સાંજનો અનુભવ કરાવે એવી એ ઘટના, તે સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ. આ સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણનો સમય વધુમાં વધુ માત્ર એક મિનિટ અને સાડત્રીસ સેંકડ જેટલો જ હતો પણ એ અલ્પ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ ભારતના અને પરદેશના વિજ્ઞાનીઓએ કરવાનો હતો. એ દોઢ મિનિટ દરમ્યાન કરવાના પ્રયોગો પાછળના સિદ્ધાન્તોનું માર્ગદર્શન આપણા આ પ્રખ્યાત ગણિત વિજ્ઞાનીએ આપ્યું હતું.
શ્રી વૈદ્ય સાહેબ પ્રખ્યાત બન્યા આઇન્સ્ટાઇના સાપેક્ષતાના વ્યાપક સિદ્ધાંત અંગેના સંશોધનથી. આઇન્સ્ટાઇન સાથે સંશોધનની દૃષ્ટિએ સીધે સીધા સંકળાયેલા ભારતીય વિજ્ઞાનીઓમાં એક ડૉ. સત્યેન્દ્રનાથ બોઝ કે જેઓ નખ-શિખ બંગાળી હતા, જ્યારે બીજા વિજ્ઞાની તે આપણા પ્ર. ચુ. વૈદ્ય સાહેબ, જેઓ નખ-શિખ ગુજરાતી તો ખરા જ, પરંતુ સાથે સાથે સંપૂર્ણ ગાંધીવાદી. આજે ભારતના બે છેડાના-પૂર્વ છેડાના અને પશ્ચિમ છેડાના આ બે પ્રખર વિજ્ઞાનીઓના સંશોધનની વાત ક૨વી છે.
આઇન્સ્ટાઇન ઈ. સ. 1905 થી 1920 સુધીમાં એક વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની બની ચૂક્યા હતા અને વિશ્વભરના વિજ્ઞાનીઓ એમની બુદ્ધિપ્રતિભાથી અંજાઈ ગયા હતા. તેવા સમયે ભારતના બંગાળી પ્રોફેસર શ્રી સત્યેન્દ્રનાથ બોઝે તેઓનો સંપર્ક કર્યો. આ બંને વિજ્ઞાનીઓને સંગીતનો શોખ હતો. ડૉ. બોઝની એક મહત્ત્વાકાંક્ષા એ હતી કે આઇન્સ્ટાઇનની સાથે રહી ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવું. પરંતુ તેમનું આ સ્વપ્ન ક્યારેય વાસ્તવિકતામાં પરિણમ્યું નહિ. આમ છતાં અત્યારનું બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ, આઇન્સ્ટાઇન સાથેના તેમના પત્રવ્યવહારનું પરિણામ છે. પત્રમાં તેઓ આઇન્સ્ટાઇનને ભારતીય પ્રાચીન પરંપરા પ્રમાણે પોતાના ગુરુ તરીકે સંબોધતા. તેઓ ઈ. સ. 1925 ના ઑક્ટોબરમાં આઇન્સ્ટાઇનને મળ્યા હતા. તેમના શરૂઆતનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org