________________
191
મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ પ્રભાવક બને છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વળી આચાર્યોએ જિનશાસનનું સુકાન સંભાળવાનું હોવાથી જિનશાસન ઉપર આવનારી આફતોનું નિવારણ કરવાનું સામર્થ્ય કેળવવું જરૂરી હોવાથી, આ મંત્ર સાધના દ્વારા તેઓને દેવોની સહાય અને સાંનિધ્ધ પ્રાપ્ત થાય છે.
અત્યારે આપણા સમાજનો એક વર્ગ એવો છે કે જે મંત્ર, યંત્ર, તંત્રમાં જ રચ્યોપચ્યો રહે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તેનો લાભ ઉઠાવ્યા કરે છે. તો બીજો વર્ગ એવો છે જે મંત્ર, યંત્ર, તંત્રને સાવ ખોટા માને છે. મંત્રવિજ્ઞાનને ઘણા લોકો સમજતા નથી. તેની ઠઠ્ઠા-મશ્કરી કરે છે, ઠેકડી ઉડાવે છે, ગપગોળા - વહેમ કહે છે. - શબ્દ ધ્વનિની શક્તિ કેટલી છે તેની તેમને ખબર નથી હોતી એટલે મંત્રવિજ્ઞાનમાં માનનારા લોકોને મુર્ખ-પછાત ગણે છે, ઉતારી પાડે છે. અત્યાર સુધી આ બંને વર્ગ પોતપોતાની માન્યતાને જ સાચી માનતા હતા. અલબત્ત, આમાં અત્યારે થોડું પરિવર્તન આવ્યું છે અને મંત્ર, યંત્ર, તંત્રને સાવ ખોટી માનનાર વર્ગ ધીરે ધીરે પરંતુ નક્કર સ્વરૂપે મંત્ર, યંત્ર, તંત્રનો સ્વીકાર કરવા તૈયાર થયો છે.
વસ્તુતઃ તેમની માન્યતાનો આધાર મંત્ર, યંત્ર - તંત્રની વૈજ્ઞાનિક સાબિતીઓ જ છે. અત્યારે પશ્ચિમના દેશોમાં મંત્ર, યંત્ર, તંત્ર વિશે વિશિષ્ટ કહી શકાય તેવું સંશોધન ચાલે છે. વિભિન્ન પુસ્તકો દ્વારા મંત્ર, યંત્ર, તંત્રનાં રહસ્યો વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ કરવામાં આવે છે.
યંત્ર, એ મંત્રમાં રહેલા અક્ષરોના સંયોજન દ્વારા બનેલા શબ્દોના ધ્વનિનું આકૃતિ સ્વરૂપ છે. હમણાં ઇંગ્લેન્ડથી પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક 'Yantra' જોવા મળ્યું. આ પુસ્તકમાં “રોનાલ્ડ નામેથ' નામના એક વિજ્ઞાનીએ એક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ઇલેક્ટ્રોનિક વાઇબ્રેશન ફિલ્ડElectronicvibration Field)માંથી શ્રીસુક્તના મંત્રનો ધ્વનિ પસાર કર્યો અને તે ધ્વનિનું શ્રીયંત્રની આકૃતિમાં રૂપાંતર થઈ ગયું, તેનું સ્થિર ચિત્ર આપવામાં આવ્યું છે.'
એનો અર્થ એ થયો કે શ્રીયંત્ર એ શ્રીસુક્તનું આકૃતિ સ્વરૂપ જ છે. જે રીતે ગ્રામોફોનની રેકર્ડમાં ધ્વનિને મુદ્રિત કરવામાં આવે છે તે જ રીતે કોઈપણ મંત્ર, જો ઉપર દર્શાવેલ સાધનમાંથી પસાર કરવામાં આવે તો તેનું આકૃતિ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. વળી ગ્રામોફોનની રેકર્ડમાંથી પુનઃ ધ્વનિ પ્રાપ્ત કરી શકાય છે, તેમ મંત્રાકૃતિમાંથી મંત્ર પણ પ્રાપ્ત કરી શકાય છે, તેમ કેટલાકનું માનવું છે, વળી જે રીતે આધુનિક વિજ્ઞાનમાં શક્તિનું પુદ્ગલમાં દ્રવ્યક્સોમાં) અને દ્રવ્યકણો(પુદ્ગલ)નું શક્તિમાં રૂપાંતર થાય છે, તેમ યંત્રનું મંત્રમાં અને મંત્રનું યંત્રમાં રૂપાંતર શકય છે અને માટે જ યંત્રના સ્થાને મંત્ર તથા મંત્રના સ્થાને યંત્ર મૂકી શકાય છે.ગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org