Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
190
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો જૈન આગમ પરંપરામાં દ્વાદશાંગી - બાર અંગને મુખ્ય માનવામાં આવે છે. તેમાં પણ બારમું અંગ દૃષ્ટિવાદ સૌથી વિશિષ્ટ છે. અલબત્ત, આ અંગે અત્યારે ઉપલબ્ધ નથી વિચ્છેદ ગયેલ છે. આમ છતાં, તેમાં 14 પૂર્વ અગત્યનાં હતાં. એ 14 પૂર્વમાં વિદ્યાપ્રવાદ નામે એક પૂર્વ હતું. આ પૂર્વ સંપૂર્ણપણે તેના નામ પ્રમાણે મંત્રવિદ્યાનો અખૂટ ભંડાર હતો. ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આ જ પૂર્વમાંથી ગ્રહશાંતિ સ્તોત્ર ઉદ્ઘત કર્યું છે.
જૈન પરંપરાના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પટ્ટ પરંપરામાં ઘણા મહાન પ્રભાવક આચાર્યો થઈ ગયા છે. જેઓ મંત્ર-યંત્ર-તંત્રના જ્ઞાતા હતા. કલ્પસૂત્રની ટીકામાં સ્થવિરાવલીમાં જણાવ્યા પ્રમાણે આર્ય વજસ્વામી વૈક્રિય લબ્ધિ (વિદ્યા) તથા આકાશગામિની વિદ્યાના ધારક હતા. તે સિવાય શ્રી સ્થૂલિભદ્રજી, શ્રી પ્રિયગ્રંથસૂરિ, ષડુલુક રીડગુપ્તના ગુરુ શ્રીગુપ્તાચાર્ય, આર્ય સમિતસૂરિ વગેરે પણ મંત્ર અને તંત્રના જ્ઞાતા હતા તેવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. 16
આ સિવાય મંત્ર-વિદ્યાના જાણકાર | નિષ્ણાત આચાર્યો તરીકે શ્રીવૃદ્ધવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી માનતંગસૂરિ, શ્રી નંદિષેણ, શ્રીમાનદેવસૂરિ, શ્રી સ્કંદિલાચાર્ય શ્રીપાદલિપ્તસૂરિ, શ્રી નાગાર્જુન, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીજિનપ્રભસૂરિ વગેરે અનેક આચાર્યો પ્રખ્યાત છે.
જૈન પરંપરાના મંત્ર સાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે નમસ્કાર મહામંત્ર કલ્પ, લોગસ્સ કલ્પ, નમુત્થણે કલ્પ, ઉવસગ્ગહરં સ્તોત્ર કલ્પ, સંતિકર સ્તોત્ર કલ્પ, તિજયપહુર કલ્પ, ભક્તામર કલ્પ, કલ્યાણમંદિર કલ્પ, ઋષિમંડળ કલ્પ, ડ્રીંકાર કલ્પ, વર્ધમાનવિદ્યા કલ્પ વગેરે ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત બનેલ સાહિત્ય દૃષ્ટિગોચર થાય છે. જૈનાચાર્ય માટે સૂરિમંત્રની આરાધના/સાધના મુખ્ય આવશ્યક માનવામાં આવે છે. આ સૂરિમંત્રમાં મુખ્યત્વે અનંતલબ્ધિના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીની આરાધના કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી વગેરે સર્વ ગણધરો જેઓ દ્વાદશાંગીના રચયિતા છે તથા ચૌદપૂર્વધારક સર્વ આચાર્ય ભગવંતોને શ્રુતકેવલી કહેવામાં આવે છે અને તેઓનું એક વિશેષણ “સલ્વરવરનિવાર્ફ અર્થાત્ “બધા જ અક્ષરોના વિવિધ પ્રકારના સર્વ સંયોગોથી બનતી સર્વ વિદ્યાઓના જાણકાર છે. 7
આ સૂરિમંત્રમાં શ્રી ગૌતમસ્વામી સિવાય શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, માનુષોત્તરપર્વતનિવાસિની ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી અર્થાત્ શ્રીદેવી, શ્રીયક્ષરાજ ગણિપિટક તથા 24 તીર્થકર ભગવંતોના શાસન અધિષ્ઠાયક દેવ-દેવી અર્થાત્ યક્ષ-યક્ષિણીઓ, 64 ઈન્દ્ર, નવ વિધાનના અધિપતિ, 16 વિદ્યાદેવીઓ, નવગ્રહ વગેરેની પણ આરાધના કરવામાં આવે છે. આ આરાધના કરનાર આચાર્યો મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org